________________
૧૭ तासां कोऽपि कुले भवेद्यदि धनी तेन व्यवस्थाप्यतां। नोचेन्मण्डलसज्जनःसमुचितःकार्यः प्रबन्धःस्वयम् ॥
વિધવાઓની આજીવિકાને પ્રબંધ. ભાવાર્થ-જે વિધવાઓને પોતાની સંતતિનો પ્રતિબંધ હોય તે ઘર છડી આશ્રમમાં જઈ શકે નહિ અને ઘરમાં પણ ગરીબાઈને લીધે પોતાની સંતતિનું બરાબર પિોષણ કરી શકે નહિ, તેવી વિધવાઓના કુટુંબીઓમાં જે કોઈ ધનવાન હોય તો તેણે પોતાના કુલની વિધવાઓના રક્ષણ માટે વ્યવસ્થા કરવી જોઈએ. તેવો કોઈ ન હોય તો સમાજ કે મંડળના સભ્યોએ તેમને માટે ઉચિત પ્રબંધ કરવો જોઈએ. (૮૬). * વિવેચન–આજકાલ તો સંતતિ વિનાની વિધવાઓને ઉદરપોષણને અર્થે ઘરની બહાર મજૂરી કરવા જવું પડે છે અને તેમના જીવનનો ઉચ્ચ આદર્શ નાશ પામે છે; પરંતુ સ્ત્રી જાતિને ઘરઆંગણે જ ઉદરનિર્વાહનું સાધન શોધવું એ જ તેની સ્થિતિને માટે હિતકારક છે. પતિવ્રત ધર્મો સંબંધી આવી ઉચ્ચ ભાવના પાશ્ચાત્ય દેશોની સ્ત્રીઓમાં નહિ હોવાથી એ દેશની સ્ત્રીઓ તો બાળકોને લઈને અથવાતો બાળકોને “નર્સરી ” માં મૂકીને મીલો કે કારખાનાંઓમાં મજૂરી કરવામાં સંકોચતી નથી, પરંતુ એવું જીવન આર્ય સ્ત્રીઓ ઈષ્ટ લેખતી નથી તેમ જ વિદ્વાન એવા જીવનની ભલામણ કરતા નથી. પરદેશમાં અને હિંદુસ્તાનમાં પણ જે સ્ત્રીઓ મીલ કે કારખાનાંઓમાં ઉદરનિર્વાહાથે મજૂરી કરવા જાય છે, તે સ્ત્રીઓની નીતિનું તથા તેમના ધર્મનું પાલન થતું નથી અથવા તો તેમના નીતિધર્મ ભયમાં આવી પડ્યા વિના રહેતા નથી. આ કારણથી જ મહાત્મા ગાંધીજી સ્ત્રીવર્ગને માટે તો ખાસ કરીને સૂતર કાંતવા જેવા ગૃહ-ઉદ્યોગની ભલામણ કરે છે અને સ્ત્રીઓને કારખાનાંઓમાં મોકલવી કે જવા દેવી તેને સમાજનું મોટું પાપ લેખે છે. સંતતિને કારણે વિધવાઓ કારખાનાંઓમાં મજૂરી કરવાની જ જાય, એટલું જ નહિ પરંતુ તેઓ વિધવાશ્રમોમાં પણ ન જઈ શકે એ પણ બનવાજોગ છે. આવી સ્ત્રીઓને ગૃહોદ્યોગ ન આવડે કિંવા ગૃહોદ્યોગ