SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર સ્થાપવી, એવી શાળાઓ સ્થાપવામાં પૈસાની જરૂર પડે તો તેને પહોંચી વળવાને ઉદાર અને પરોપકારી શ્રીમંતોએ લક્ષ્મીથી સેવા બજાવવી અને શિક્ષકોએ સેવાબુદ્ધિ રાખી નિષ્કામ વૃત્તિએ પોતાની જાતે સારા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. (૬૯) વિવેચન—કેટલાક પ્રકારની વ્યાવહારિક વિદ્યાઓનું શિક્ષણ મેળવવા માટે હાલના જમાનામાં ધન ખર્ચવું પડે છે. પૂર્વે તો દરેક પ્રકારની વિદ્યા, હુનર કે કળા ગુરૂ હમેશાં શિષ્યને નિષ્કામ વૃત્તિથી શીખવતો. તે એમ સમજતો કે એ રીતે જનતાની સેવા જ પોતે કરે છે અને જનતા કે રાજા એવા ગુરૂના ઉદરભરણ માટે આજીવિકા પૂરતું ધાન્યાદિ આપતો. આજકાલ એવો ગુરૂભાવ જવલ્લે જ રહેલો દૃષ્ટિગોચર થાય છે અને તેથી ધન આપીને વિદ્યા શીખવાની જરૂર પડે છે. વૈદ્ય વિદ્યા, એજીનીયરીંગ, વણુટકામ, રંગકામ, ઇત્યાદિ હુન્નર શીખવા માટેની સરકારી શાળાઓમાં પણ લવાજમો રાખેલાં છે, પરંતુ ધાર્મિક શિક્ષણને માટે તેમ થઈ શકે તેમ નથી; તેમ જ એ શિક્ષણ આપવા માટે લવાજમ રાખવું એ ઉચિત પણ નથી. સામાન્ય જનતા વ્યાવહારિક કેળવણીનું જેટલું મૂલ્ય સમજે છે તેટલું મૂલ્ય તે ધાર્મિક કેળવણુનું સમજતી નથી એ આપણાં દેશનું દુર્ભાગ્ય છે. આ અજ્ઞાનને કારણે જ એક પિતા પિતાના પુત્રને ઈલેકટ્રીશીયન બનાવવા માટે જર્મની મેકલીને ૧૦ હજાર રૂપિયા ખર્ચાશે પરંતુ ધાર્નિક કેળવણી મુફત મળશે તો પણ તે મેળવવા માટે એક પિતા પુત્રને તેવી શાળામાં મોકલવાની કાળજી નહિ રાખે! બીજી રીતે જોઈએ તો ધાર્મિક કેળવણું એ ચારિત્ર્યની ખીલવણી માટે છે અને ચારિત્ર્ય એ મુક્તિનું ભાથું છે, અને મક્તિના ભાથારૂપ ધાર્મિક કેળવણીનું મૂલ્ય લઈને તેનું વેચાણ કરવું એ ઘટિત નથી. પ્રત્યેક મનુષ્ય પ્રાણીને હુન્નર, વિદ્યા કે કળા ભલે જૂનાધિક પ્રમાણમાં પ્રાપ્ત થાય, પરંતુ મુક્તિનું ભાથું બાંધવાની તક તો તેમને કે રકને એકસરખી રીતે મળવી જોઈએ અને તેટલા માટે ધામિક કેળવણીનું દાન વિનામૂલ્ય જ થવું ઘટે. આટલા માટે જ ગ્રંથકાર ધાર્મિક કેળવણી માટે ધાર્મિક શાળા સ્થાપવાની હિમાયત કરે છે અને તે સાથે તેવી શાળા
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy