SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ધર્મને આધાર ઉપર. ધર્મના સિદ્ધાંત જ માત્ર શાશ્વત અને અચળ છે. જગત કલ્યાણકર નીતિ અને ધર્મ એ બેઉ શબ્દો પર્યાયવાચક બને છે અને જે વિદ્યાર્થીઓને નીતિમાન બનાવવા એ તેમના મનુષ્યત્વની, તેમની વિદ્યાની, તેમના જીવનની ખરી સફળતા છે, તે ધર્મશિક્ષણ વિનાની નીતિથી એ સફળતા સાધી શકાય તેમ નથી જ. આટલા માટે જમીસીસ બેસંટે કહ્યું છે કે -“Those of you who would have India great, those of you who would see her mighty, remember that the condition of national greatness is the teaching of religlon to the young.” અર્થાત-જેઓ હિંદુસ્તાનને મહાન બનેલ જેવા ઈચ્છતા હે, જેઓ તેને સામર્થ્યવાન થએલે જોવા માંગતા હે, તેઓ યાદ રાખજો કે રાષ્ટ્રીય મહત્તા પ્રાપ્ત કરવા માટેની મુખ્ય શરત જુવાનોને ધાર્મિક કેળવણું આપવાની જ છે.” (૬૭) [ ધાર્મિક કેળવણીની આવશ્યક્તા દર્શાવ્યા પછી હવે ગ્રંથકાર ધાર્મિક કેળવણી કેવી આપવી જોઇએ તે વિષે કહે છે.] कीदृशं धार्मिकशिक्षणम् ? । ६८ ॥ स्याच्छिष्टाभिजनोचितं सुचरितं विद्यार्थिनां सर्वदा। शुद्धं निर्व्यसनं स्वधर्मनिरतं नीत्याश्रितं चोन्नतम् ॥ श्रद्धा शुद्धतरा मतिश्च विमला ज्ञानं भवेत्तात्त्विकं । देयं शिक्षणमीदृशं स्वचरितौपम्येन सच्छिक्षकैः ॥ ઘાર્મિક શિક્ષણ કેવા પ્રકારનું? ભાવાર્થી—વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય હમેશાં શિષ્ટ જનેને લાયક, વ્યસનરહિત, સ્વધર્મપરાયણતા સહિત, નીતિથી ભરપૂર અને ઉંચામાં ઉંચું બને, ધર્મશ્રદ્ધા અત્યંત શુદ્ધ રહે, બુદ્ધિ નિર્મળ થાય, તાત્ત્વિક જ્ઞાન થતું જાય તેવી રીતે શિક્ષકોએ પોતાના શુદ્ધ ચારિત્ર્યના દાખલાથી શિક્ષણ આપવું જોઈએ. (૬૮)
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy