SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ભાવા પુણ્યરૂપ વૃક્ષનું સિંચન કરવાને કરૂણાની જરૂર. ——સામ્રાજ્ય—સત્તા, યશ, સુખ, વિદ્યા, મિત્રા અને વિનીત પુત્રો, એમાંનું જે કંઇ હાલ પ્રાપ્ત થયું છે તે ખધુ પુણ્યરૂપ સુવૃક્ષનું ફળ છે. એ વૃક્ષનું નિરંતર રક્ષણ કરવાને ચ્છતા હે! તે એનુ કરૂણારૂપ પાણીથી સિંચન કર; નહિ તેા તે થાડા વખતમાં સુકાઇ જશે અને તારા સુખને અંત આવી જશે. (૪૯) વિવેચન—પૂર્વે એક શ્લોકમાં ગ્રંથકારે કહ્યું છે કે—ત્રં તત્રાસિ જૈવતો વઢુતરૂં સજ્જ ચીયતે । અર્થાત્—તું બીજાને જે હમણાં આપીશ, તેના પુષ્કળ બદલો તને દૈવ-કુદરત તરફથી મળશે. તેથી ઉલટી રીતે ગ્રંથકાર આ શ્લોકમાં કહે છે કે મનુષ્યને અત્યારે જે કાંઇ સપત્તિ વૈભવ પ્રાપ્ત થયાં છે તે વાવવામાં આવેલા પુણ્યરૂપ વૃક્ષનાં જ મીઠાં ફળેા છે, તે એ વૃક્ષનું નિરંતર રક્ષણ કરવાને તેને કરૂણારૂપી જળનુ સિંચન કરતા રહેવું જોઇએ. નિહતા સ્વાભાવિક જ છે કે એ વૃક્ષ સુકાઇ જાય. પરાપકારથી પુણ્ય ઉપાર્જન થાય છે, અને મનુષ્યમાં દીનહીન થવા પ્રત્યે કરૂણા ન હોય તે તે પરોપકારને માગે વળવા ઇચ્છતા નથી. કહ્યું છે કે— श्लोका प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ અર્થાત્-—કરાડા ગ્રંથમાં જે કાંઇ કહ્યું છે તેને સાર અર્ધ શ્લોકમાં એટલા જ કહું છું કે—પરાપકાર કરવે એ પુણ્યને માટે છે અને પરપીડનથી પાપ ઉપાર્જન થાય છે. પુનર્જન્મને માનનારા સધશાસ્ત્રોમાં એ જ કહેલું છે કે જગમાં એક મનુષ્ય પ્રાણીને સુખ-વૈભવ મળે છે અને બીજાને દુઃખ પ્રાપ્ત થાય છે, તેનુ ં કારણ એ છે કે સુખપ્રાપ્તિ કરનારે પોતાના પૂર્વ ભવમાં પુણ્ય કરેલું હોય છે અને દુઃખ પ્રાપ્ત કરનારે પાપ ઉપાર્જન કરેલું હાય છે.એ પુણ્ય અને પાપનાં બંધનાથી તે સુખ-દુઃખની પ્રાપ્તિ કરે છે. આ નિયમને સમજનાર મનુષ્યે પરેપકાર દ્વારા પુણ્ય ઉપાર્જન કરવું જ ઘટિત છે. (૪૯)
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy