SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પ્રકાશકનું વક્તવ્ય આજથી આઠશોથી કઇંક અધિક વર્ષ પહેલાં પ્રસ્તુત વન્દ્રપ્રમવરિત્રમ્ ની રચના થઈ અને તેનું પાંડુલિપિઓમાંથી ઉદ્ધરણ – સંશોધન કાર્ય આજથી અંદાજે નેવું વર્ષ પૂર્વે થયું. સંશોધનના ભગીરથ કાર્ય પછી આ મહાગ્રંથનું પહેલ વહેલું મુદ્રણ આજથી ૮૩ વર્ષ પૂર્વે થયું. ત્યારે, પાંચાલ દેશોદ્ધારક, પૂ.આ.દે.વિ. આનંદસૂરીશ્વરજી (પૂ. આત્મારામજી) મહારાજના પ્રશિષ્યાવાંસ પૂ.મુ.શ્રી ચરણવિજયજી મહારાજે આ ઉત્તમ ગ્રંથનું સંશોધન - સંપાદન કર્યું હતું અને શ્રી આત્માનંદ જૈન સભા - અંબાલા તરફથી પ્રકાશન થયું હતું. પૂર્વના પ્રકાશનની પ્રસ્તાવના ખૂબ વિસ્તૃત છે અને તેમાં પ્રસ્તુત ગ્રંથ તેમજ ગ્રંથકાર અંગે ઘણી વિગતો પીરસવામાં આવી છે તેથી તેનું પુનરાવર્તન કરવું જરૂરી ન માનતાં અમે આ પુનઃ પ્રકાશનમાં પૂર્વ પ્રકાશનની પ્રસ્તાવનાને જ યથાવત્ રજૂ કરીએ છે. વિ.સં. ૨૦૬૭માં આ ગ્રંથના પુનઃ સંપાદક પૂજ્યશ્રીનું ચાતુર્માસ સુરત – છાપરીયા શેરીમાં થયું ત્યારે કાર્ય પ્રસંગે આ ગ્રંથની પ્રત જોવામાં આવી. જુનું મુદ્રણ, જીર્ણ પાનાઓ અને જૂના ફોન્ટ... આ બધી જ સ્થિતિ ગ્રંથના પુનરૂદ્ધારની જરૂરીયાત જણાવનારી હતી. પૂજ્યશ્રીએ પુનઃ સંપાદનનું કાર્ય હાથ ધર્યું. જરૂરી સ્થળ શુદ્ધિકરણ કર્યું. વિષય અનુસાર પ્રકરણો ઉભા કર્યા. મોટા અને સ્વચ્છ ફોન્ટમાં નવેસરથી કંપોઝ કરાવ્યું. ક્યાંક-ક્યાંક પાઠમાં અસંગતિ લાગી તો તેની બાજુમાં ચોરસ બ્રેકેટ મૂકીને સંભવિત શુદ્ધિકરણ આપ્યું. જૂની આવૃત્તિના મુદ્રણ દોષો દૂર કર્યા. આમ, સુદઢ સંપાદન પૂર્વક બે ખંડમાં પૃથફકૃત કરીને પ્રસ્તુત ગ્રંથ પુનઃ સંપાદકશ્રીએ સંઘ સમક્ષ મૂકવા માટે અમને સોંપ્યો અને અમે તે કાર્ય આજે સાકાર કરી શક્યાં તે બદલ આનંદ અનુભવીએ છીએ. - કુસુમ-અમૃત ટ્રસ્ટ, વાપી चन्द्रप्रभचरित्रम् ।
SR No.022639
Book TitleChandraprabh Charitram Part 02
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year1930
Total Pages212
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy