SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ઠ (૧) શ્વેતામ્બર અને દિગમ્બર લેખક–રા, દયાળ ગંગાધર ભણસાલી. બી. એ., કલકત્તા. ડોકટર બરૂઓ લખે છે કે – નગ્ન ક્ષપણુકનું નૈતિક અધઃપતન ન થાય તેટલા ખાતરજ શાયદ પાર્શ્વ પ્રભુના ચતુર્યામ ધર્મને બદલે મૈથુન સર્વથા વિરમણ નામે પંચમ મહાવ્રતને મહાવીર દેવે ઉમેરે કર્યો. આ પાર્થપ્રભુના બધા મહાવ્રતો રાખવાથી પાપને મહાવીર દેવના શાસનમાં સામેલ થવાને કશી હરકત આવી નહિ પણ જે કે બંને શાસને મહાવીર દેવના ધર્મધ્વજ તળે એકત્ર થયા તો પણ પાર્થાપત્યના હૃદયને નગ્નત્વથી આઘાત પહોંચતે ખરો. બસ આજ વિચાર એક પ્રધાન કારણું હતું, કે જેને લઈ પ્રભુના અનુયાયી અને શિષ્ય પરંપરામાં પાછલથી ભેદ પડે. અને પરિણામે દિગંબર અને શ્વેતાંબર જેવી બે વિરોધી કેમ ઉદ્દભવ પામી. આ ભેદનું મૂળ વાસ્તવિક રીતે વિચારતાં મહાવીર પ્રભુ અને પાર્થપ્રભુના ઉપયુક્ત બે ભેદમાં ગુપ્ત રીતે સમાએલું છે.” (જુઓ . બી. એમ બઆની Pre-Buddhistic Indian Philosophy પૃષ્ઠક. ૩૭૪-૩૭૫). આ વિચારોને વધુ સ્પષ્ટ શબ્દોમાં ઓળખીએ તે ડો.બરૂઆ એમ કહેવા માગે છે કે પાર્શ્વપ્રભુના સચેલક કલ્પના વિચારને અનુસરનારા તે વેતાંબર અને મહાવીર પ્રભુના અચેલક કલ્પના વિચારેના અનુયાયી તે દિગંબરો. • સંવત ૧૯૮૨ ના ભાદ્રપદ આશ્વિન પુસ્તક-૨. અંક-૨ પાનું ૩૫,
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy