________________
રે જીવ મદમાતી સ્ત્રીઓના નેત્ર સમાન ચંચળ અને અંતમાં દુખ આપનારા રતિસુખને તું ત્યાગ કર, કારણકે યૌવનાવસ્થાવાળી મહા મનોહર ચંચળ નેત્રવાળી સ્ત્રીઓ, પેક્ષા, તિતિક્ષા, બુદ્ધિ, ધીરતા, કરૂણા, મિત્રતા અને લક્ષ્મીના ધરવાવાળા બુદ્ધિમાનોને ફસાવનારી છે, અને તે સ્ત્રીઓ નરક ગતિમાં જતા જેને બીલકુલ રક્ષા કરી શકતી નથી.
दृष्ट्वा लक्ष्मी परेषां किमिति हतमते खेदमंतः करोषि . नैषा नैते न च त्वं कतिपयदिवसैगत्वरं येन सर्व । तत्त्वं धर्म विधेहि स्थिरविशदधिया जीव ! मुक्त्वान्यवांछां येन.प्रध्वस्तबाधां विततसुखमयीं मुक्तिलक्ष्मीमुपैषि ॥४१२॥
રે જવ, બીજાની લમી વધતી જઈને તું શા સારૂ ખેદ કરે છે, કારણકે તે લક્ષ્મી અને બીજા લોક અને તું પણ કેટલાં દિવસ રહેવાના છે, એટલે જલદી જનાર તે છે જ. માટે હે જીવ, તું શાંત ચિત્તથી ધર્મનું સેવન કર અને બીજી બધી લાલસાઓને છેડી દઈને સર્વ બાધા ઓથી રહિત અનંત સુખના ભંડાર મેક્ષ સુખને પ્રાપ્ત કર.
भोगा नश्यंति कालात्स्वयमपि न गुणो जायते तत्र कोपि __ तज्जीवैतान् विमुंच व्यसनभयकरानात्मना धर्मबुद्धया ।
स्वातंत्र्यायेन याता विदधति मनसस्तापमत्यंतमुग्रं । .., तन्वंत्येवे तु मुक्ताः स्वयमसमसुखं स्वात्मजं नित्यमय॑॥४१३॥