SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર કર્તા સદગત શ્રીયુત દયાળજી ગંગાધર ભણસાલીનું ટંકજીવન ચરિત્ર સંવત ૧૯૪રના ચૈત્ર વદી ૧૨ શનીવાર તા. ૧લી મે સને ૧૮૮૬ ને રોજ સદગત દયાળજી ગંગાધર ભણસાલીને જન્મ ભણશાલી વહાલ રણછોડ નામાંકિત પેઢીવાળા ભણશાલી ગંગાધર પરશોતમની ધર્મપત્ની હેમકુંવર બાઈની કુક્ષિએ મુંબઈમાં થયો હતો. ભાઈ દયાળજીના પિતા મુળ પોરબંદરના રહેવાસી હતા અને તેમના બાપદાદાની પેઢી ઘણા લાંબા વખતથી અરબસ્તાન તથા એડન સાથે વેપાર કરતી હતી. તેમજ તેમણે એડનમાં સ્થાયી સ્થાવર મિલ્કત પણ વસાવી હતી. તેમની બાળ અવસ્થામાં તેમના માતુશ્રીનું અવસાન થવાથી તેમના નાના શેઠ મૂળચંદ નેણશી તથા નાની રંભાબાઈની સંભાળ ભર્યા લાલનપાલન હેઠળ તથા જ્યેષ્ઠ બંધુ હીરજી ગંગાધરની દેખરેખ હેઠળ તેઓ ઉછર્યા હતા. તેઓ બાળ અવસ્થામાં નિશાળના અભ્યાસમાં સારી ચીવટવાળા હતા અને સને ૧૯૦૫માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.તેજ અરસામાં તેમના લગ્ન સગત પોરબંદરનિવાસી દેસી વલભજી હીરજીના પુત્રી વેલકુંવર બેન સાથે થયા. અને અભ્યાસ આગળ ધપાવવા સારૂ તેઓ સને ૧૯૦૬માં એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. તેમને સંસ્કૃત ભાષા પ્રત્યે મૂળથીજ પક્ષપાત હતો અને કોલેજમાં પણ તેજ ભાષામાં પ્રવીણતા મેળવવા સારૂ પ્રયાસ ચાલુ રાખ્યો હતો. તેમને આ ભાષાને અભ્યાસ પરીક્ષામાં પાસ થવા પુરતા નહે. પરંતુ તેના સંસ્કારે જીવનમાં ઉતારવા માટે હતે, કોલેજની જીંદગીના અરસામાં મારો તેમની સાથે પ્રથમ પરિચય થયો હતો અને ત્યારપછી અમે બન્ને વચ્ચે દિનપ્રતિદિન ઘાડી મિત્રતા થઈ હતી. તેઓએ સને ૧૯૧૧માં મુંબઈ યુનિવર્સિટીનું બી.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy