SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય (બીજી આવૃત્તિ) ભાવના ભવનાશિની...! આઉક્તિ યથાર્થ છે. જેવી જેની ભાવના તેવું તેનું ફળ... શુભ ભાવના....! પરોપકાર ભાવના લક્ષ્યપૂર્વક કરવામાં આવે તો તેનું પરિણામ સુંદર, સારું અને જલ્દી આવે છે. આવું જલ્દી સુંદર અને સારું પરિણામ આવ્યું છે મારા લઘુ ગુરુભ્રાતાની ભાવનાનું. પ્રથમ આવૃત્તિનાં સંપાદકીયમાં જણાવ્યા મુજબ કરેલી એમની ભાવના કેવી સફળ બની કે સેંકડો પૂજ્ય સાધુ - સાધ્વીજી ભગવંતો - પંડિતજીઓ તથા મુમુક્ષુ આત્માઓ એ સંસ્કૃત બુક કર્યા પછી વાંચનના પ્રવેશ માટે અને કેટલાંક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો વ્યાખ્યાનો માટે આ પ્રકાશનનો ઉપયોગ કર્યો છે. કરી રહ્યા છે અને જે કોઈએ બીજા પાસે આ ગ્રંથ જોયો ત્યારે અમારી પાસે મંગાવે છે... આ પ્રકાશનની પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ જતાં માંગ તો ચાલુ ને ચાલુ જ રહી, કારણ કે આ ગ્રંથ એક પાઠ્ય પુસ્તક જેવો ગ્રંથ હોવાથી એની માંગ રહેવાની એ વિચારીને આજે અમો ફરી બીજી આવૃત્તિનું પ્રકાશન કરી રહ્યા છીએ. જેથી અમે આપ સર્વે પુણ્યાત્માઓનાં સ્વાધ્યાયમાં નિમિત્ત બનશું તેનો અમને આનંદ છે. હા...બીજી ભાવના હતી પદ્યવિભાગ જેમાં ખંડાન્વય, દંડાન્વયપદચ્છેદ-સમાદ-વિગ્રહ-અર્થ વગેરેની સમજ મળે અને કાવ્યમાં પ્રવેશ થાય તેવું પ્રકાશન “સુલભ કાવ્ય પ્રવેશિકા” ના નામથી પ્રકાશિત થયું જેમાં કાવ્યના નિમયો અને પ્રેકટીકલ રૂપે....સકલાહતું અને ભક્તામરનું ખંડાન્વય આદિ બધું જ કરીને બતાવ્યું છે.
SR No.022626
Book TitleSulabh Charitrani Part 01
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages246
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy