SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ લઇ ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા. દવાની અસરથી પૂજ્યશ્રીનું શરીર થોડા અંશે પૂર્વની જેમ ગતિવિધિ કરતું થઇ ગયું હતું. પક્ષઘાતને કારણે થયેલ વિસ્મૃતિની અસર પણ હવે ઓછી થવા લાગી. ડોક્ટરે કહ્યું : “તેમની સ્મૃતિ સરસ થાય તે માટે તેમને કરેલ ભોજન વગેરે યાદ કરાવો.” ડોક્ટરના ગયા પછી પૂજ્યશ્રીએ કહ્યું : “ડોક્ટર સાહેબ તો કહે પણ આપણને તો ખબર પડે છે ને કે અત્યારે દવાખાનામાં હોય ત્યારે દોષિત ગોચરી આવે, તો તેને યાદ કરીને તેનું અનુમોદન કરવાનું? આ સંયમજીવન આત્મરક્ષા માટે છે કે કર્મબંધન માટે ? માટે મારી પાસે ગૌતમાષ્ટક-સ્મરણ વગેરે જ યાદ કરાવજો.’ પૂર્વવતું ચાલતા-બોલતા થયા પછી દવાખાનેથી રજા મેળવી પૂજ્યશ્રીએ ચંદ્રોદયસૂરિજી મ.ને વાત જણાવી કે : “મારે પાંજળાપોળ પૂ. નંદનસૂરિજી મહારાજ પાસે જવું છે.” બીજે દિવસે પહોંચ્યા સીધા પાંજરાપોળ. તેમને વંદન કરીને બેઠા. અન્ય સાધુસાધ્વીઓ શ્રાવક-શ્રાવિકાઓ પણ ત્યાં આવ્યા હતા. તે વખતે બધાની વચ્ચે જ પૂજ્યશ્રીએ પોતાના કપડાની છેડે બાંધેલ ગડી વાળેલો એક કાગળનો ટૂકડો પૂ. નંદનસૂરિજી મહારાજને આપ્યો. તેમણે પણ તે પત્ર વાંચીને પૂજ્યશ્રીના કાનમાં કશુંક કહ્યું અને પૂજ્યશ્રીના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. આ સાક્ષી બનેલામાંથી કોઇને કશી પણ ખબર ન પડી ત્યારે પુ. નંદનસૂરિજી મહારાજે બધાના એ અણપૂછયા પ્રશ્નના ઉત્તરરૂપે પૂજ્યશ્રીની સાધકતા અને ભવભીરુતાને ખ્યાલ આપતાં તેમણે માંગેલ પ્રાયશ્ચિત્તની વાત કહી. સાથે જ પ્રાયશ્ચિત્તનો મહિમા અને આત્મશુદ્ધિનું મહાભ્ય કહ્યું. પરિણામ એ આવ્યું કે સાંભળનારા દરેક બંને પૂજ્યશ્રી પ્રત્યેના અહોભાવથી નતમસ્તક થઇ ગયા હતા. શિષ્યપરિવાર-શાસનપ્રભાવના : પૂજ્યશ્રી ગુણવાન તો હતા જ સાથે-સાથે એટલા જ પુણ્યવાન પણ હતા. તેમને પૂ. આ. શ્રી વિ. યશોભદ્રસૂરિજી મ., પૂ. આ. શ્રી વિ. કુમુદચંદ્રસૂરિજી મ., પૂ. આ. શ્રી વિ. ચંદ્રોદયસૂરિજી મ., પૂ. આ. શ્રી વિ. અશોકચંદ્રસૂરિજી મ., પૂ. પ્રવર્તક કલ્યાણચંદ્રવિજયજી મ., પૂ. પ્રવર્તક કુશલચંદ્રવિજયજી મ. આદિ ૧૬-૧૭ વિદ્વાનુ-શાસનપ્રભાવક-ત્યાગી શિષ્યોનો પરિવાર હતો. શાસનપ્રભાવકના અંજનશલાકાપ્રતિષ્ઠા-છ'રી પાલિતયાત્રા(યાત્રાસંઘ)-ઉપધાન-દીક્ષા વગેરે કાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં થયા હતા. | સંવત્ ૨૦૩૨માં ગિરિરાજ ઉપર મૂલનાયકની ત્રીજી ભમતીમાં બનાવેલ નૂતન પર (બાવન) દેવકુલિકામાં તથા અન્ય કેટલાક સ્થળે થઇ પ૦૪ ભગવાનની પ્રતિષ્ઠા સંઘકૌશલ્યાધાર પરમગીતાર્થ પૂ. આ. શ્રી વિજય નંદનસૂરિજી મ.ના વરદ હસ્તે કરાવવાનું નક્કી થયું હતું. પરંતુ દૈવયોગે પૂજ્ય નંદનસૂરિજી મ. ત્યાં પધારતા પહેલા રસ્તામાં તગડી મુકામે કાળધર્મ પામ્યા. તેથી આ પ્રતિષ્ઠા પૂજ્યશ્રી આદિ સર્વગચ્છીય પૂજ્ય આચાર્ય ભગવંતોની નિશ્રામાં થઈ. પ્રતિષ્ઠા બાદ પરિવારસહિત પૂજ્યશ્રી સ્થંભનતીર્થની યાત્રા કરીને અમદાવાદ તરફ પધારી રહ્યા હતા. આમ તો ધર્મજ-બોરસદ-પેટલાદ-કાસોર થઇને જવાના હતા, પરંતુ પૂજ્યશ્રીએ કહ્યું : “સોજિત્રા પ્રાચીન ગામ છે, વળી અહીં પ્રાચીન પરમાત્માથી યુક્ત બે ભવ્ય જિનાલય છે, પૂ. શાસનસમ્રાશ્રી પણ અવશ્ય સોજિત્રાગામમાં આવતા હતા, તેથી આપણે પણ સોજિત્રા થઇને જવું છે.” પૂજ્યશ્રીની ભાવનાનુસાર બધા વિહાર કરી સોજિત્રા ગયા. સંપ્રતિકાલીન જિનબિંબોના દર્શન-વંદન કરી પૂજ્યશ્રી અતિપ્રસન્ન હતા.
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy