SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નવી પેઢીના શિક્ષણયુક્ત સંરક્કરણનો સફળ પ્રયોગ તપોવન સંસ્કારપીઠ અમીયાપુર, પો. સુઘડ, સાબરમતી પાસે. પ્રેરક : પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ સ્થળઃ સાબરમતી પાસે ૩૬ વીઘા, સ્થાપના ઈ.સ. ૧૯૯૪, જૂન, ધો. બાર. --- સુંદરઃ સુદેઢ શિક્ષણ વિભાગો ભારતીય પ્રજા – ખાસ કરીને તેની નવી પેઢી - ઉપર પશ્ચિમની ઝેરી જીવનશૈલીનું વાવાઝોડું કાતીલ વેગથી ધસતું રહ્યું છે. આમાંથી નવી પેઢીને ઉગારી લેવા માટે તપોવનનું ધરતી ઉપર અવતરણ થયું છે. મેકોલે શિક્ષણ અત્યંત બેઘાઘંટુ હોવા છતાં; સંસ્કરણ ક્ષેત્રે “શૂન્ય' આંક ધરાવતું હોવા છતાં એનો ગાળીઓ ભારતીય પ્રજાના ગળે એવો ભીંસાવાયો છે કે તેનાથી – ક્રોડ સંતાનોના જીવનનો અમૂલ્ય સમય બરબાદ થવા છતાં તે અનિવાર્ય અનિષ્ટ તરીકે પ્રજાની સાથે બરોબર એકરસ થઈ ગયું છે. આથી તપોવનને એ શિક્ષણ સ્વીકારવું પડ્યું છે. તેના વિના સંસ્કરણનો વેલો ચડવો લગભગ મુશ્કેલ બન્યો છે. છતાં તપોવનના સંચાલકોની એવી ભાવના ખરી કે તેને દૂર કરાય તો સારું, બાકી આજે તો શિક્ષણ-વિભાગને પણ વધુને વધુ સુંદર અને સુદઢ કરવાની ફરજ પડી છે. આથી જ અહીંઃ (૧) ધો. પાંચથી અંગ્રેજી વર્ગો ફરજિયાત છે. | (૨) ધો. પાંચથી બાળકો અંગ્રેજીમાં ધારાવાહી રૂપે બોલી શકે તે માટેના ખાસ વર્ગો લીંગ્વીસ્ટીક લેંગ્વજ લેબોરેટરી તથા સ્પોકન ઈગ્લીશ રાખવામાં આવ્યા છે. (૩) કૉપ્યુટરનો વિશિષ્ટ કોર્સ કરવા માટે કોમ્યુટર સેન્ટર ખોલવામાં આવેલ છે.
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy