SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : બિચારા પેલા ગુરુ પ્રત્યે વિનય વિનાના મનવાળા સાધુઓ ! એમનો સ્વભાવ જ ગુરુઓ, વિદ્વાનો અને સાધુઓની હીલના કરવાનો હોય છે. જરાક વિષયસુખ મળે, યશકીર્તિ મળે એટલે જાણે કે,‘અમે અજર, અમર બની ગયા છીએ.’ એમ આ સાધુઓ ખૂબ આનંદમાં આવી જાય છે. (१४) कः शुक्रशोणितसमुद्भवस्य सततं चयापचयिकस्य । रोगजरापाश्रयिणो मदावकाशोऽस्ति रूपस्य ।। અર્થ : ઓ જીવ ! તને તારા શરીરનું, એના રૂપનું અભિમાન કેમ થાય છે? એ જ સમજાતું નથી. આ શરીર, આ રૂપ પિતાના વીર્ય અને માતાના લોહીરૂપી તદ્દન ખરાબ વસ્તુમાંથી બનેલું છે. વળી સતત વધ-ઘટ પામ્યા કરે છે. ભયાનક રોગો અને ઘડપણનું આશ્રયસ્થાન છે. આમાં તે વળી અભિમાન થવાનો અવસર જ ક્યાં છે ? (१५) नित्यं परिशीलनीये त्वमांसाच्छादिते कलुषपूर्णे । निश्चयविनाशधर्मिणि रूपे मदकारणं किं स्यात् ।। અર્થ : વળી આ શરીરની, આ સોહમણા રૂપની ૨૪ કલાક કાળજી કર્યા જ કરવી પડે છે. આ શરીર વિષ્ઠા વગેરે ગંદકીથી જ ભરેલું છે. માત્ર ચામડીથી ઢંકાયેલું છે અને એકાંતે વિનાશ પામવાના સ્વભાવવાળું છે. આમાં એવું તે શું છે કે તને એમાં અભિમાન થાય છે ? (१६) सर्वमदस्थानानां मूलोदघातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च सन्त्याज्यः । અર્થ : જે સાધુ આઠે ય પ્રકારના અહંકારોનો મૂળથી જ નાશ કરવા ઈચ્છે છે એણે બે કામ કરવા પડે. (૧) કાયમ માટે પોતાના ગુણોની પ્રશંસા - સ્વપ્રશંસા છોડી દેવી, (૨) કાયમ માટે પારકાના દોષોની નિંદા-પરનિંદા છોડી દેવી. (કેમકે...) (१७) परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ।। અર્થ : બીજાઓની નિંદા કરવાથી અને જાતની પ્રશંસા કરવાથી એવું તો 11111111111111111111 જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨ ૪
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy