SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ (३८) उघाडेण मुहेणं नो भासे अहव जत्तिया वारा । भासे तत्तिअमित्ता लोगस्स करेमि उस्सग्गं ।। અર્થ : હું મુહપત્તી વિના ઉઘાડા મુખે નહિ બોલું. જો ભૂલથી, પ્રમાદથી બોલાઈ જાય તો જેટલી વાર મુહપત્તી વિના બોલાશે એટલા લોગસ્સ ગણીશ. ( ३९ ) असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा । सक्कीयमुवहिं च तहा पडिलेहंतो न बेमि सया ।। અર્થ : વાપરતી વખતે અને પ્રતિક્રમણમાં ગાઢ કારણ વિના હું બોલીશ નહિ તથા મારી ઉપધિનું પ્રતિલેખન કરતી વખતે હું ક્યારેય નહિ બોલું. (४०) सक्कीयमुवहिमाइ पमज्जिउं निक्खिवेमि गिमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ।। અર્થ : દાંડો, પાત્રા, પુસ્તક, વસ્ત્રાદિ કોઈપણ વસ્તુ મૂકતા કે લેતા પહેલા એ મૂકવાની જગ્યા અને એ વસ્તુ પૂંજીને પછી મૂકીશ. (વસ્તુ મૂકતી વખતે જ્યાં મૂકવાનું હોય તે જગ્યા પૂંજવી. વસ્તુ લેતી વખતે વસ્તુ જ્યાંથી પકડવાની હોય એ સ્થાન પૂંજવું. નાના-નાના જીવો બચાવવા માટે આ જયણા છે.) જો હું આ પ્રમાર્જના ન કરું, ભૂલી જાઉં તો ત્યાં જ એક નવકાર ગણીશ. ( ४१ ) जत्थ व तत्थ व उज्झणि दंडगउवहीणं अंबिलं कुव्वे । सयमेगं सज्झायं उस्सग्गे वा गणेमि अहं ।। અર્થ : દાંડો, કામળી, ઝોળી વગેરે ઉપધિ જો હું ગમે ત્યાં મૂકી દઉં તો એ નિમિત્તે એક આંબિલ કરીશ. (વસ્તુ ગમે ત્યાં મૂકી દીધા બાદ એ ખોવાઈ જાય, બીજાના હાથમાં જાય તો અધિકરણ બને) અથવા તો પછી કાઉસ્સગ્ગમાં ૧૦૦ ગાથાનો પાઠ કરીશ. (४२) मत्तगपरिवणम्मि अ, जीवविणासे करेमि निव्वियं । अविहीइ विहरिऊणं, परिठवणे अंबिलं कुव्वे ॥ અર્થ : : માત્રુ, સ્થંડિલ, કફ વગેરે પરઠવતી વખતે પ્રમાદાદિથી જો જીવ મરી જશે તો નીવી કરીશ. અને અવિધિથી આહાર-પાણી વહોરીને પછી #†††††††††††††††††††††††††††|||| ******** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ||||||||||||||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|||||| ૮૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy