SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કુલકસંગ્રહ (૧) ગુણાનુરાગ કુલકમ્ ( १ ) उत्तमगुणाणुराओ निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतित्थयरपयाओ न दुल्लहा तस्स रिद्धीओ ।। અર્થ : જે પુરુષના હૃદયમાં બ્રહ્મચર્ય, ક્ષમા વગેરે ઉત્તમ ગુણો પ્રત્યે અનુરાગ છે એ પુરુષને તો તીર્થંકરપદ સુધીની ઋદ્ધિઓ પણ દુર્લભ નથી. (૨) તે પન્ના તે પુના, તેલુ પગામો વિપ્ન માઁ નિષ્યં । जेसिं गुणाणुराओ, अकित्तिमो होइ अणवरयं ॥ અર્થ : એ આત્માઓ ધન્ય છે, એ મહાત્માઓ પુણ્યવાન છે, તેઓને મારો નિત્ય નમસ્કાર થાઓ કે જે આત્માઓની પાસે સતત અકૃત્રિમ= વાસ્તવિક ગુણાનુરાગ છે. (३) किं बहुणा भणिएणं, किं वा तविएण किं व दाणेणं । इक्कं गुणाणुरायं, सिक्खह सुक्खाण कुलभवणं ॥ અર્થ : વધારે ભણીને શું કામ છે ? વધારે તપ કરીને પણ શું કામ છે ? વધારે દાન આપવાનું પણ શું કામ છે ? ઓ ભવ્યજીવો ! તમે તમામ સુખોના કુલભવન એવા એકમાત્ર ગુણાનુરાગને શીખો, આત્મસાત્ કરો. (४) जइवि चरसि तवं विउलं पढसि सुयं करिसि विविहकट्ठाई । न धरसि गुणाणुरायं, परेसु ता निष्फलं सयलं ।। અર્થ : ઓ આત્મન્ ! તું કદાચ વિપુલ તપ કરશે, પુષ્કળ શાસ્ત્રો ભણશે, લોચ, વિહારાદિ વિવિધ કષ્ટો પણ કરશે. પણ યાદ રાખ, જો તું બીજાઓને વિશે ગુણાનુરાગ ધારણ નહિ કરે, બીજાઓના ગુણોને જોઈને હર્ષ નહિ પામે, ઈર્ષ્યા કરશે તો તારું બધું જ તપાદિ નિષ્ફળ થશે. (4) सोऊण गुणुक्करिसं अन्नस्स करेसि मच्छरं जइवि । ता नूणं संसारे पराभवं सहसि सव्वत्थ ।। ¡¡¡¡¡¡¡¡¡¡¡L♪♪♪††††††††††♪♪♪♪♪♪†††††††††††††††††††††††††††††† #††††††††÷÷÷÷÷♪♪♪♪↓↓↓↓↓↓↓↓ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૭૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy