SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ નિરોગી (સજ્જ) બની જાય પછી તરત અપવાદસેવન દૂર કરવું. જો હવે તે નિર્દોષ જીવનચર્યામાં ઉદ્યમી ન બને તો તેનામાં સંયમ શી રીતે કહેવાશે? (८९) गुणहीणो गुणरयणायरेसु जो कुणइ तुल्लमप्पाणं । सुतवस्सिणो य हीलइ सम्मत्तं कोमलं तस्स ।। ३५१ ।। અર્થ: જે (ચારિત્રાદિ) ગુણહીન (‘અમે પણ સાધુ છીએ” એમ કરી) પોતાને ગુણસાગર સાધુઓની તુલ્ય માને-મનાવે છે તે ઉત્તમ તપસ્વીઓને (‘આ તો માયાવી છે. લોકને ઠગનારા છે.” એમ કરી) હલકા પાડે છે. (તે મિથ્યાદષ્ટિ જ છે, કેમકે) તેનું સમ્યક્ત નિસાર છે. (સમ્યક્ત ગુણવાન પ્રત્યે પ્રમોદથી સાધ્ય છે.) (९०) जं जयइ अगीयत्थो जं च अगीयत्थनिस्सिओ जयइ । वट्टावेइ गच्छं अणंतसंसारिओ होइ ।। ३९८ ।। અર્થ : જે અગીતાર્થ એવો સાધુ સ્વયં જ્ઞાનાચારાદિ તપ-ક્રિયાના અનુષ્ઠાનોમાં યત્ન (યતના) કરે છે અને જે અગીતાર્થ, અગીતાર્થની નિશ્રામાં રહીને પણ આ બધું ઉત્કટ રીતે આરાધે છે : અરે, ગચ્છ ચલાવે છે તે અગીતાર્થ સાધુ અનંતસંસારી થાય છે. (39) અરતિય પરિવા સંગમરગુજ્જનમ સીમંતા ! ' निग्गंतूण गणाओ हिंडंति पमायरण्णमि ।। ४२२ ।। અર્થ : જે જ્ઞાની રસાદિ ત્રણ ગારવોમાં ફસાઈ ગયા છે અને સંયમ ક્રિયાદિકમાં સીદાય છે, તેમાં ઉદ્યમ કરતા નથી, ગણમાંથી છૂટા પડીને પ્રમાદ-અરણ્યમાં ભટકે છે તે સાધુઓ જ્ઞાની છતાં મોક્ષફળને પામી શકતા નથી. (९२) छज्जीवनिकायमहव्वयाण परिपालणाइ-जइधम्मो । जइ पुण ताई न रक्खइ भणाहि को नाम सो धम्मो ।। ४२९ ।। અર્થઃ પડ઼જીવનિકાયની રક્ષા અને મહાવ્રતોનું સારી રીતે પાલન તે સાધુપણાનો ધર્મ છે. જો તેનું પાલન ન થાય તો બીજો કયો ધર્મ સેવીને લાભ થાય ? પર જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy