SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ માટે પણ સાધુ થાય તો અવશ્ય મોક્ષ પામી જાય. અને જો કદાચ તેને મોક્ષ ન મળે તો તે વૈમાનિક દેવ તો અવશ્ય થાય. (२५) जो चंदणेण बाहुं आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ महरिसिणो तत्थ समभावा ।। ९२ ।। અર્થ: કોઈ શરીર ઉપર ઠંડું ચંદન લગાડે કે શરીરને વાંસલીની ધારથી છોલી નાંખે. કોઈ પ્રશંસા કરે કે કોઈ નિન્દા કરે... જે મહાત્માઓ છે તે સહુ પ્રત્યે સમભાવવાળા હોય છે. (२६) मिण गोणसंगुलीहिं गणेहिं व दंतचक्कलाई से । इच्छंति भाणिउणं कज्जं तु त एव जाणंति ।। ९४ ।। અર્થ : “ઓ શિષ્ય ! આંગળીઓથી સ્પર્શીને તું સાપને માપ અથવા તેના દાંત (દતસ્થાનો) ગણી આપ.” ગુરુએ આટલું કહ્યું કે તરત શિષ્ય તહત્તિ' (ઇચ્છ) કહ્યું અને તે કાર્ય કરવા માટે નીકળી ગયો. કયું કાર્ય સાધવા માટે ગુરુએ આમ કહ્યું? તેનો વિચાર પણ ન કર્યો, કેમકે તે જાણતો હતો કે એ બધી વાત ગુરુ જાણે. આપણને તેનું શું કામ? (૨૭) વારવિડ યા સેવં વાર્થ વયંતિ લાયેરિયા | તં તદ સહિષ્ણવ્યું ભવિā વાર તહિં ! ૧૧ - અર્થ: ક્યારેક-પ્રયોજનને સમજનાર-ગુરુ જો શિષ્યને કહે કે, “વત્સ ! કાગડા ધોળા છે.” તો શિષ્ય તે વાતને સ્વીકારવી. અહીં એવું વિચારવું કે, “ગુરુ કદી ખોટું કહે નહિ. તેમની વાત પાછળ ચોક્કસ કોઈ ભેદ રહેલો હશે એટલે મારે શંકા-કુશંકા કરવી જોઈએ નહિ.” (२८) जो गिण्हइ गुरुवयणं भण्णंतं भावओ विसुद्धमणो । ओसहमिव पिज्जंतं तं तस्स सुहावहं होइ ।। ९६।। અર્થ: ગુરુના મુખેથી નીકળતી આજ્ઞાને જે શિષ્ય તરત ઝીલી લે છે તે પણ અત્યંત પ્રસન્નતાથી અને નિર્મળ મનથી... તેવા શિષ્યની તો શી વાત કરવી? જેમ ઔષધ લેવાથી રોગ જાય તેમ આવા શિષ્યોનો કર્મરોગ ભાગી જાય. (२९) अणुवत्तगा विणीआ बहुक्खमा निच्चभत्तिमंता य । गुरुकूलवासी अमुई धन्ना सीसा इह सुसीला ।। ९७।। ૧૮ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy