SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રોએ કુકર્મ કરવાની પ્રેરણા કરી દીધી હોય, કોઈ સ્ત્રીએ ખરાબ કામ કરવાનું આમંત્રણ આપ્યું હોય છતાં તે અકાર્ય ન કરે. (१५) पगडियसव्वसल्लो गुरुपायमूलंमि लहइ साहुपयं । अविसुद्धस्स न वड्ढइ गुणसेढी तत्तिया ठाइ ।। ६५।। અર્થ: જે સાધુ ગુરુચરણે બેસીને પોતાના તમામ પાપોને પ્રગટ કરી દે છે તે સાધુ સાધુપણાથી પતિત થયો હોય તો ય પુનઃ સાધુપદ પામે છે. જો સાધુ આમ ન કરે તો તેની અશુદ્ધિને લીધે તેનામાં ગુણવૃદ્ધિ થતી નથી. જે ગુણશ્રેણિ છે તે સ્થગિત થાય છે. (१६) अइसुढिओत्ति गुणसमुइओ त्ति जो न सहइ जइपसंसं । सो परिहाइ परभवे जहा महापीढ-पीढरिसी ।। ६८।। અર્થ: કોઈ ‘’ નામનો સાધુ “નામના સાધુની પ્રશંસા કરે કે આ સાધુ મૂલોત્તર ગુણોમાં એકદમ દઢ છે. તે વૈયાવૃત્ય વગેરે ઘણા ગુણોથી સંપન્ન છે.” આવી “” સાધુએ કરેલી “વ સાધુની પ્રશંસાને જે સહન ન કરે તે પીઠ અને મહાપીઠની જેમ વળતે ભવે સ્ત્રીપણું પામે. (१७) परपरिवायं गिण्हइ अट्ठमयविरल्लणे सया रमइ । डज्झइ परसिरीए सकसाओ दुक्खिओ निच्चं ।। ६९।। અર્થ : જે બીજાઓની નબળી વાતોને પકડે છે, આઠ મદોનું પોષણ કરે છે, બીજાનો ઉત્કર્ષ જોઈને દાઝે બળે છે તે કષાયવાળો પુરુષ સદા દુઃખી રહે છે. (१८) विग्गहविवायरुइणो कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए वि देवसमिइसु अवगासो ।। ७०।। અર્થ : જે સાધુને ઝઘડા કરવામાં અને વાતે વાતે વિવાદ કરવામાં રસ છે, એથી જે કુળ, ગણ અને સંઘમાંથી બહિષ્કૃત થયેલો છે તેવા સાધુને દેવલોકની દેવસભામાં પણ પ્રવેશ મળતો નથી. ' (१९) जइ ता जणसंववहारवज्जियमकज्जमायरइ अन्नो । जो तं पुणो विकत्थइ परस्स वसणेण सो दुहिओ ।। ७१।। ૩૬ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy