SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ (આઈ.એ.એસ. કક્ષાની વિશિષ્ટ તાલીમ સાબરમતી તપોવનમાં ધો. ૧૧, ૧૨ છે તેમાં કોમર્સ સ્ટ્રીમ રાખવામાં આવી છે વળી ત્યાં કોમ્યુટરનો એકદમ વિશિષ્ટ કોર્સ કરાવાય છે. ધો. બારમાંથી નીકળેલા તેજસ્વી વિદ્યાર્થીઓને આઈ.એ.એસ. કક્ષાના અધિકારીઓ બનાવવાની તાલીમ ચાલુ થઈ છે. સંભવતઃ આ તાલીમ દિલ્હી વિદ્યાલયમાં આપવામાં આવશે. એવો સ્પષ્ટ ખ્યાલ છે કે જો ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા કરવી હશે તો આ તાલીમ પામેલા આપણા માણસો વિના ચાલી શકશે નહિ. પણ સબૂર : આ બધુ શિક્ષણ તેને જ ફળે જે માણસ હોય. જેને પરંપરાગત મૂલ્યો પ્રત્યે આદર હોય; અને જે પરંપરાગત વ્યવસ્થાઓનો તથા ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિનો કટ્ટર પક્ષપાતી હોય. આ પાયા વિનાની પેલી ઈમારત તદ્દન નકામી છે. વર્તમાનમાં પ્રજાની જે ખરાબ હાલત થઈ છે તેના મૂળમાં આ ભૂલ છે. તપોવનમાં “માણસ તૈયાર કરાય છે. એ માટે ધર્મના પવિત્ર ક્રિયાકાંડોનું ચુસ્તપણે પાલન કરાય છે. વળી રોજની પ્રભુભક્તિ વડે બાળકોને એવા પુણ્યવાનું અને શુદ્ધિમાન બનાવાય છે. જેથી તેમને દુઃખો જોવા ન મળે અને દોષોના સેવનથી ભ્રષ્ટ થવું ન પડે. ના, આવી સફળતા હાંસલ કરવાની શક્તિ મેકોલે શિક્ષણમાં ધરાર નથી. પર્યપણપર્વ તાલીમ તપોવની બાળકોને ચૂંટીને પર્યુષણ પર્વની તાલીમ આપવામાં આવે છે. તેથી કુલ ૪૦ થી ૫૦ બાળકો ૩-૩નાં જૂથમાં વહેંચાઈ જઈને ૧૫ જેટલા ક્ષેત્રોમાં જ્યાં મુનિ ભગવંતો વગેરે પહોંચી શક્યા નથી ત્યાં પર્વાધિરાજની આરાધના કરાવવા જાય છે. તેમનું ધાર્મિક વક્તવ્ય, કથાઓ ઉપરની પકડ, ક્રિયાઓમાં શુદ્ધિ, વિધિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન, તથા વિનય-વિવેક જોઈને ગામેગામનાં સંઘો સ્તબ્ધ બને છે.
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy