SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ માટે જ આત્માર્થી જીવે, અગણિત અનર્થોના ઉત્પાદક આ દંભનો ત્યાગ કરી દેવો જોઈએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “આત્મશુદ્ધિ તો સરળ આત્માની જ થાય અને સરળ આત્મામાં જ ધર્મ સ્થિર થાય છે.” (૨૮) નિનનુક્તિ િિન્નિષિદ્ધ વા ન સર્વથા | कार्ये भाव्यमदम्भेनेत्येषाऽऽज्ञा पारमेश्वरी ।।२०।। અર્થ : જિનેશ્વર ભગવંતોએ નથી તો કોઈ ધર્મનું એકાંતે વિધાન કર્યું, નથી તો કોઈ બાબતનો એકાંતે નિષેધ કર્યો ! એ પરમતારકોની તો એ જ આજ્ઞા છે કે વિહિત બધું કરો, નિષિદ્ધ બધું ત્યાગો પણ દંભમુક્ત બનીને જ. (२९) अध्यात्मरतचित्तानां दम्भः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लङ्घयतामिव ।। २१ ।। અર્થ : અધ્યાત્મ-ભાવમાં જેમના ચિત્ત મસ્તાન બની ગયા છે એ આત્માઓને તો દંભનો લવલેશ પણ સ્પર્શવાનું ઉચિત નથી. રે ! દંભને એ સ્પર્શી શકતાં જ નથી. સમંદરને પાર ઉતરતા મુસાફરોની હોડીમાં એક નાનકડું પણ છિદ્ર કેમ નભાવી લેવાય? (३०) दम्भलेशोऽपि मल्ल्यादेः स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ।। २२ ।। અર્થ : રે ! આ રહ્યું સાક્ષાત્ દષ્ટાન્ત દંભની જીવલેણ ખતરનાકતાનું ! મલ્લિનાથ ભગવંતનો એક પૂર્વભવ! દંભનો કણિયો જ અડી ગયો હતો ને ? અને તેનું પરિણામ ? ખુદ તીર્થકરના ભવમાં જ સ્ત્રી તરીકે જન્મ લેવો પડ્યો ! આ ગંભીર બાબતને લક્ષ્યમાં રાખીને મહાત્માઓએ પોતાના જીવનમાંથી દંભના પાપને દૂર કરવા સતત યત્નશીલ બની રહેવું જોઈએ. અધિકાર-૪થો (३१) जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि । प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता । જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર) ૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy