SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (८) वचनाराधनया खलु धर्मस्तद्वाध्या त्वम् इति र इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ।। અર્થ : જિનેશ્વરદેવોના વચનોની આરાધનાથી જ ધર્મ છે. અને એના વચનોને બાધા પહોંચાડવાથી જ અધર્મ થાય છે. આ જ અહીં ધર્મનું રહસ્ય છે. ધર્મનું સર્વસ્વ પણ આ જિનવચન જ છે. (3) મિન્ હૃદયસ્થ સતિ હૃદયસ્પર્વતો મુનીન્દ્ર રૂતિ | हृदयस्थिते च तस्मिन्नियमात् सर्वार्थसंसिद्धिः ।। અર્થ : જો જિનેશ્વરદેવની આજ્ઞા હૃદયમાં વસેલી હોય તો પરમાર્થથી જિનેશ્વર જ હૃદયમાં વસેલા જાણવા. અને જિનેશ્વર હૃદયમાં હોય પછી તો પૂછવું જ શું? નિયમથી સર્વ પદાર્થોની સિદ્ધિ થાય. - તૃતીય (१०) रागादयो मला: खल्वागमसद्योगतो विगम एषाम् । तदयं क्रियाऽत एव हि पुष्टिः शुद्धिश्च चित्तस्य ।। અર્થ : (પુષ્ટિ+શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. શુદ્ધિ=મલનો નાશ. એ શી રીતે થાય? એ બતાવે છે કે, રાગ, દ્વેષ, અજ્ઞાનાદિ જે દોષો છે એ જ આત્મા ઉપર અનાદિકાળથી ચોટેલો મળ છે. જો આગમ-જિનાજ્ઞા પ્રમાણે સદ્યોગ-ક્રિયાઓ કરવામાં આવે તો અવશ્ય આ મળ નાશ પામે. જિનાજ્ઞા પ્રમાણે વિધિ-પ્રતિષેધાત્મક પ્રવૃત્તિ એ જ મળનાશનો રામબાણ ઉપાય છે. આ જિનાજ્ઞાપૂર્વકનો સદ્યોગ એ જ ક્રિયા છે. આનાથી જ ચિત્તની પુષ્ટિ + શુદ્ધિ થાય છે. (૧૧) પુષ્ટિ: પુષોપચય: શુદ્ધિા પાપયે નિર્માતા ! अनुबंधिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया ।।। અર્થ: (પણ એ પુષ્ટિ વગેરેનો અર્થ શું?) પુણ્યાનુબંધી પુણ્યનો બંધ એ પુષ્ટિ છે અને પાપનો ક્ષય થવાથી આત્મામાં જે નિર્મલતા ઉત્પન્ન થાય છે એ શુદ્ધિ છે. (આ બે ની ઉત્પત્તિ જિનાજ્ઞા પ્રમાણે વિધિપ્રતિષેધાત્મક પ્રવૃત્તિ કરવાથી થાય છે એ વાત બતાવી દીધી.) આ બે ક્રમશઃ વધતા જ જાય અને છેવટે મોક્ષની પ્રાપ્તિ થાય. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy