SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક (१) बाह्यं लिंगमसारं तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो यस्माच्च विडंवकोऽप्येतत् ।। અર્થ: ઓ શ્રમણો ! સાધુવેષ મળી જવા માત્રથી સંતોષ ન માનશો, કેમકે આ બાહ્ય લિંગ-સાધુવેષ તો અસાર છે. ધર્મની પ્રાપ્તિ એ કંઈ આ બાહ્યલિંગ સાથે જોડાયેલી નથી. અરે, પેલા નાટકીયાઓ પણ નાટક દેખાડવાદિ માટે સાધુવેષ ધારણ કરે જ છે ને? તેઓ કંઈ એટલા માત્રથી ધર્મપ્રાપ્તિ કરી શકતા નથી. (२) बाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । कंचुकमात्रत्यागान्न हि भुजगो निर्विषो भवति ।। અર્થ : તમે કદાચ કહેશો કે માત્ર અમે સાધુવેષ સ્વીકાર્યો છે એટલું નથી. પણ અમે ધન-ધાન્ય-સ્વજનાદિ ઘણું બધું છોડ્યું છે તો પછી અમે કેમ સાચા શ્રમણ ન કહેવાઈએ ? પણ સાંભળી લો ! આ ધન-ધાન્ય-સ્વજનાદિ રૂપ બાહ્ય ગ્રન્થિઓનો ત્યાગ કરવા માત્રથી આ સાધુવેષ એ સુંદર, પ્રશંસનીય બની શકતો નથી, કેમકે બાહ્ય ગ્રન્થિઓનો ત્યાગ તો બીજાઓ પણ કરી શકે છે. એટલા માત્રથી સાચા સાધુ ન બનાય. પેલો સાપ ! પોતાના શરીર ઉપરની કાંચળી ઉતારી નાંખે છે. શું એટલા માત્રથી એ ઝેર વિનાનો બની જાય ખરો? (3) જુવોપારમિતા ધ્યરયત્નો નિપુણધીમઃ | सनिंदादेश्च तथा ज्ञायत एतन्नियोगेन ।। અર્થ : સર્વવિરતિ પામી ચૂકેલાઓના તપ, વૈયાવચ્ચ, સંયમ, સ્વાધ્યાયાદિ અનુષ્ઠાનો મોક્ષ મેળવી આપનારા છે કે નથી? એ જાણવાનો ઉપાય એ છે કે (૧) જેઓ એકબાજુ નાના નાના દોષો ન સેવવામાં આદર કરે અને બીજી બાજું મોટા દોષો સેવે. (દા.ત. વનસ્પતિ જીવોની વિરાધનારૂપી નાના દોષને ન સેવવા અંડિલ-માત્રુ વગેરે ક્યારેય ઘાસાદિ ઉપર ન પરવે. પણ બીજી બાજુ એવી રીતે એ પરઠવે કે જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ષોડશક) ૧૪૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy