________________
અર્થ: હે ભગવંત ! આત્મસાક્ષીએ પોતાના આત્માની નિંદા, પોતાના
દોષોની નિંદા કરવાથી જીવને શું લાભ થાય ? હે શિષ્ય! આ પ્રમાણે સ્વદોષનિંદા કરવાથી પશ્ચાત્તાપભાવ ઉત્પન્ન થાય. એ પશ્ચાત્તાપભાવથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અપૂર્વકરણાદિ ગુણસ્થાનોવાળી ક્ષપકશ્રેણી માંડે છે. અને
એના દ્વારા એ સાધુ મોહનીયકર્મનો ખાત્મો કરે છે. (१५५) खमावणयाएणं भंते ! जीवे किं जणयइ ? खमावणयाएणं
पल्हायणभावं जणयइ, पल्हायणभावमुवगए अ जीवे सव्वपाणभूयजीवसत्तेसु मित्तिभावं उप्पाएइ, मित्ताभावमुपगए आवि जीवे
भावविसोहिं काऊण निब्भए भवइ ।। અર્થ : હે ભગવંત ! જીવો સાથે ક્ષમાપના કરવાથી, મિચ્છા મિ દુક્કડ
કરવાથી શું લાભ થાય ? હે શિષ્ય ! ક્ષમાપના દ્વારા જીવમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. પ્રસન્નતાને પામેલો જીવ સર્વજીવો વિશે મૈત્રીભાવને પામે છે. મૈત્રીભાવને પામેલો જીવ પોતાના ભાવોની વિશુદ્ધિ કરીને નિર્ભય બને છે. (જેને બધા જ જીવો મિત્ર જ છે એને કોનાથી ભય હોય?
ભય શત્રુથી હોય.) (૧૬) વૈયાવચ્ચેનું અંતે ! નીવે વિં નાયડુ ?
वेया० तित्थयरनामगो कम्मं निबंधइ ।। અર્થ: હે ભગવંત! વૈયાવચ્ચ વડે શું લાભ થાય? શિષ્ય ! વૈયાવચ્ચ વડે
તીર્થકર નામકર્મ બંધાય. (१५७) नाणस्स सव्वस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए ।
रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं ।। અર્થ: આત્મા જ્યારે (૧) સર્વ જ્ઞાનનો પ્રકાશ થાય, (૨) અજ્ઞાન-મોહનો
ત્યાગ થાય, (૩) રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે એકાંતે સુખથી ભરેલા એવા મોક્ષને પામે છે.
૧૩૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧