SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ એ તો સામાન્ય છે. હું તને બીજી પણ એક અનામી શતાવું છું. તું એકચિત્ત બનીને મારી વાત સાંભળ. જે આત્માઓ નિર્ઝન્ય-ધર્મનો, સર્વવિરતિનો સ્વીકાર કર્યા બાદ અતિકાયર બની સંયમજીવનમાં સીદાય છે, સુખશીલ બને છે, જિનાજ્ઞાપાલનમાં લાચાર બને છે તેઓ લોકોત્તર અનાથ છે. (१३१) जे पव्वइत्ताण महब्बयाई, सम्मं च नो फासयई पमाया । अणिग्गहप्पा य रसेसु गिद्धे, न मूलओ छिंदइ बंधणं से ।। અર્થ: ઓ રાજન્ ! જે સાધુ હોંશે હોંશે પાંચ મહાવ્રતો લીધા બાદ માત્ર પ્રમાદને કારણે એ મહાવ્રતોનું સમ્યફ પાલન ન કરે, પોતાના આત્માને દોષો સેવતા ન અટકાવે, માત્ર આહારમાં લંપટ-ગૃદ્ધઆસક્ત બની રહે તેઓ પોતાના કર્મોને મૂળથી છેદી શકતા નથી. અર્થાત્ એમનો સંસાર દીર્ઘ બની રહે છે. (१३२) आउत्तया जस्स य नत्थि काई, इरियाइ भासाइ तहेसणाए । आयाणनिक्खेव दुगुंछणाए, न वीरजायं अणुजाइ मग्गं ।। અર્થ : અરે, સંયમજીવનની મોટી વાતો બાજુ પર મૂકો ! પણ જે સાધુને સંયમજીવનની મૂળભૂત એવી ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એ પણાસમિતિ, આદાન-ભંડમા નિક્ષેપણાસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિમાં પણ ઉપયોગ નથી, એના પાલનમાં તત્પરતા નથી તેઓ આ મોક્ષમાર્ગમાં આગળ જઈ શકતા નથી. અરે ! આ માર્ગ તો વીરપુરુષો વડે જ કંડારાયેલો છે. એમાં તે વળી આવા કાયરો શી રીતે ચાલે? (१३३) चिरंपि से मुण्डरुई भवित्ता, अथिरख्यए तवनियमेहिं भट्ठे । चिरंपि अप्पाण किलेसइत्ता, न पारए होइ हु संपराए ।।। અર્થ : ભલે ને એ સમિતિઓ ન પાળનારા સાધુઓ વેષ પકડીને બેસી રહે. અને દર વર્ષે બે-ત્રણ લોચ કરાવે. ભલે ને તેઓ વિહાર વગેરે દ્વારા આખી જિંદગી આત્માને લેશ પમાડે તો પણ પાંચ મહાવ્રતોમાં અસ્થિર, તપ અને નિયમોથી ભ્રષ્ટ થયેલા એ સાધુઓ આ સંસારનો પાર પામી શકતા નથી. : : : : જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સુત્ર) ૧૨૯
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy