SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ રથમાં બળદના સ્થાને જોડતા. અને રથનું જે લાકડું બળદના માથા ઉપર આવે એ લોખંડનો ભાગ મારા ગળા ઉપર આવ્યો. એટલું જ નહિ, અગ્નિથી તપાવેલા લાલચોળ લોખંડ જેવો અતિ-અતિ ગરમ ભાગ મારા ગળે ઝીંકાયો. આટલું બધું વજન અને આ દાહની વેદના ! હું ચાલી ન શક્યો. ત્યાં તો પરમાધામીઓએ ચાબૂકાદિ વડે મને સખત માર્યો. ગામડાના રોઝની જેમ મને ધરતી ઉપર પાડી દીધો. (૧૧) હૈયાસને નાંમિ, વિયાવુ મહિસો વિવ । दड्ढो पक्को य अवसो, पावकम्मेहिं पाविओ ।। : અર્થ : ચિતામાં જેમ પાડાને સળગાવે એમ ભડભડ બળતી જ્વાળાઓમાં મને નાંખ્યો, બાળ્યો, પકાવ્યો. હું લાચાર હતો. મારા જ પાપકર્મોએ મને નરકમાં પહોંચાડ્યો હતો. (૧૧૬) તાાિંતો થાવંતો, પત્તો લેયર િનવું । जलं पाहंति चिंतंतो, खरधाराहिं विवाइओ ॥ અર્થ : અહીંના સૌથી વધારે તરસ્યા માણસની તરસ કરતા અનંતગણી તરસ નારકના પ્રત્યેક જીવને આખી જીંદગી માટે હોય. હું ય એ તરસથી પીડાઈને પાણી શોધતો હતો. ત્યાં મને દૂર વૈતરણી નદી દેખાઈ. હું દોડ્યો, નદી પાસે પહોંચ્યો. ‘આનું પાણી પી લઈ તરસ છિપાવું’ એવો વિચાર કરતો હતો ત્યાં તો તીક્ષ્ણ છરો મારા ગળામાં મારી એ પરમાધામીએ મને અતિશય દુઃખી કર્યો. (૧૧૭) રદ્દામિતત્તો સંવત્તો, સિવત્ત મહાવાં । असिपत्तेहिं पडतेहिं, छिन्नपुव्यो अणेगसो । અર્થ : ભયંકર ગરમીથી ત્રાસીને હું ક્યાંક છાંયડો શોધતો હતો ત્યાં તો મને મોટા પાંદડાઓના વૃક્ષોવાળું એક વિશાળ વન દેખાયું. મને હાશકારો થયો. દોડીને એ વનમાં ઘૂસી ગયો. એક ઝાડ નીચે ઊભો રહ્યો. પણ મને શી ખબર ! મારા જેવાઓને ત્રાસ આપવા માટે જ પરમાધામીઓએ એ કૃત્રિમ વન ઊભું કરેલું. જેવો હું ઝાડ નીચે ઊભો રહ્યો કે ઉપરથી એક મોટું પાંડું પડ્યું. તલવાર કરતાં ય વધુ ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷| ******** #++++++†††††††††††††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્) ૧૨૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy