SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કરી છે (૧૩) શ્રી જીવાનુશાસ્તિ કુલા (૧૧) રે નીવ ! ચિંતરિ તુમ, નિમિત્તમાં જે ફ તુ ! असुहपरिणामजणियं फलमेयं पुव्वकमाणं ।। અર્થ: રે જીવ ! તું એટલું વિચારજે કે તને જે કંઈપણ દુઃખો પડે છે એમાં બીજાઓ તો નિમિત્તમાત્ર છે. હકીકતમાં તારા પૂર્વભવના ખરાબ પરિણામોથી ઉત્પન્ન થયેલા એ પૂર્વકનો જ આ વિપાકફળ છે. (९६) रे जीव ! कम्मभरिओ उवएसं कुणसि मूढ ! विवरीअं । दुग्गइगमणमणाणं, एस च्चिय हवइ परिणामो ।। અર્થ : ઓ મૂઢ ! તું આ શું કરે છે? ગુરુ તને જે કરવાનો ઉપદેશ આપે છે એ કરવાને બદલે ભારેકર્મી તું ઊંધું જ કરે છે. પણ સાચી વાત છે. જેઓ દુર્ગતિમાં જવાની ઈચ્છાવાળા હોય તેને આવા ઊંધું કરવાના જ પરિણામો જાગે. (९७) रे जीव ! मा विसायं जाहि तुमं पिच्छिऊण पररिद्धी । धम्मरहियाण कुत्तो संपज्जइ विविहसंपत्ती ।। અર્થ: હે જીવ ! તને ઋદ્ધિ-સમૃદ્ધિ નથી મળી અને એટલે તું બીજાઓની ઋદ્ધિ જોઈને વિષાદ-ખેદ કરે છે. પણ એ ખેદ છોડી દે, કેમકે તેં એવો કોઈ ધર્મ કર્યો નથી કે કરતો નથી તો પછી ધર્મરહિત જીવોને તો શી રીતે વિવિધ સંપત્તિઓ-સમૃદ્ધિઓ=સુખો મળે ? (९८) रे जीव ! किं न कालो, तुज्झ गओ परमुहं नीयंतस्स । जं इच्छियं न पत्तं, तं असिधारावयं चरसु ।। અર્થ : આત્મન્ ! ખોટું ન લગાડે તો એક વાત કરું? સુખો મેળવવા માટે સતત બીજાઓના જ મોઢાઓ જોતા એવા તારો કાળ શું નકામો નથી ગયો? અર્થાત્ તને એમાં સફળતા મળી નથી તો હવે જો તને તારી ઈચ્છિત વસ્તુ નથી જ મળી તો મારી વાત માન. અને આ તલવારની ધાર જેવા વ્રતોનું પાલન કર. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૯૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy