SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ s - (ક) શીલકુલકમ્ (७२) नियमित्तं नियभाया नियजणओ नियपियामहो वा वि । नियपुत्तो वि कुसीलो, न वल्लहो होइ लोआणं ।। અર્થ: પોતાનો મિત્ર, પોતાનો ભાઈ, પોતાના પિતા, પોતાના દાદા કે પોતાનો પુત્ર પણ જો ખરાબ ચારિત્રવાળો, બ્રહ્મચર્યમાં ખામીવાળો હોય તો લોકોને એ પ્રિય બનતો નથી. (७३) सव्वेसि पि वयाणं, भग्गाणं अत्थि कोइ पडिआरो । पक्कघडस्स व कन्ना, ना होइ सीलं पुणो भग्गं ।। અર્થ: બાકીના કોઈપણ વ્રતો ભાંગે તો આલોચના, નિંદા વગેરે દ્વારા એ ભાંગેલાને સાંધવાનું શક્ય છે. પણ જેમ પાકી ગયેલા ઘડાને કાંઠો ના લાગે એમ ભાંગી ગયેલું બ્રહ્મચર્ય ફરી સાંધવું પ્રાયઃ અશક્ય છે. (૧૧) શ્રી ગૌતમકુલકમ્, (७४) ते पंडिया जे विरया विरोहे, ते साहुणो जे समयं चरंति । ते सत्तिणो जे न चलंति धम्मं, ते बंधवा जे वसणे हवंति ।। અર્થ : જગતમાં પંડિતો તો તે કહેવાય જેઓ ક્યાંય ઝઘડા-વિરોધ કરતા નથી. સાધુઓ તો તે કહેવાય જેઓ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવે છે. શક્તિમાન્ તો તે કહેવાય જે ક્યારેય ધર્મથી ચલિત નથી થતો. અને બાંધવ તો તે કહેવાય જે આપત્તિમાં ખડે પગે ઊભો રહે છે. (७५) कोहाभिभूया न सुहं लहंति माणसिणो सोयपरा हवंति । मायाविणो हुंति परस्स पेसा, लुद्धा महिच्छा नरयं उविंति ।। અર્થ : ક્રોધી જીવો ક્યારેય સુખી થતા નથી. અભિમાનીઓ કાયમ શોકમાં જ ડુબેલા રહે છે. માયાવીઓ બીજાઓના નોકર બને છે. લોભીઓ, મોટી ઈચ્છાવાળાઓ નરકગામી બને છે. (७६) सोहा भवे उग्गतवस्स खंति समाहिजोगो पसमस्स सोहा । नाणं सुझाणं चरणस्स सोहा, सीसस्स सोहा विणए पवित्ती ।। અર્થ : ઉગ્ર તપ એ ક્ષમાથી શોભી ઊઠે છે. પ્રશમની શોભા સમાધિયોગ છે. ચારિત્ર એ જ્ઞાન અને ધ્યાનથી દીપી ઊઠે છે. તો શિષ્ય વિનયમાં જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧ * ૯૨
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy