________________
છે. શ્રી યશોવિજયજી ગણિવરની ગુણાનુવાદ સ્તુતિ
(રાગઃ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું)
શ્રી જિનશાસનના જ્યોતિર્ધર, પ્રબલ પ્રતાપી પુણ્યાત્મા, ન્યાય વિશારદ ન્યાયાચાર્ય, વળી જે સંયમ શુદ્ધાત્મા, અગણિત ગ્રન્થ રચીને જેણે, કીધો મહાશાસન ઉપકાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર...
ગુર્જર દેશે ગામ કનોડુ, કર્યું પાવન નિજ જન્મ થકી, સોહાગ દે જસ માત તાત નામે નારાયણ જાસ વળી, નામ હતું જસવંત તથા જસ બંધવ પદ્મસિંહ સુખકાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર... પૂર્વજન્મના શુભ સંસ્કારે, બાલ્ય થકી જે વૈરાગી, પંડિત નય ગુરુવર ઉપદેશે, સંયમ લેવા લય લાગી, છંડી સવિ જંજાળ જગતની, શિશુવયમાં જે થયા અણગાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વદન હો અમ વાર હજાર... કાશી જઈ નિજ ગુરુવર સાથે, નદી ગંગાને તીર રહ્યા, જાપ કર્યો ઑાર મંત્રનો, તૂઠી શારદ દેવી તિહાં, લહી વરદાન બન્યા જે જગમાં, મહાપંડિતને કવિ શિરદાર, વાચકવર એ જસ ગુરુ ચરણે, વન્દન હો અમ વાર હજાર... 268
विविध हैम रचना समुच्चय