________________
એકદા રમતમાં મિત્ર ગણ સાથમાં, સર્પ રૂપે તિહાં દેવ આવ્યો, ઉંચકી દૂર ફેંક્યો તદા તત્ક્ષણે,
ભય નહિ લેશ પણ ચિત્ત લાવ્યો...
તાડ સમ ઉચ્ચ વિકરાળ સુરને વળી,
વજ્ર સમ મુષ્ટિ મારી હરાવ્યો, પાઠશાળા વિષે પ્રાજ્ઞ મનનાં બધાં,
સંશયો છેદી લજ્જિત બનાવ્યો...
દાન સંવત્સરી દેઈનેં જિનપતિ,
શ્રી યશોદા પ્રિયા પ્રમુખ ત્યાગી,
માર્ગ વદી દશમી દિન સંયમ આદરે,
મોહ સેના તદા જાય ભાગી...
‘દ્વાદશ સાર્ધ સમ’ ગ્રામ પુર પત્તને,
વિચરતાં ઘોર ઉપસર્ગ સહીયાં,
ઉગ્રતપ આદરી સંયમે સ્થિર થઈ,
264
કઠિન ઘનઘાતી સવિ કર્મ દહીંયા...
કેવળજ્ઞાન વૈશાખ સુદિ દશમીએ,
વિમળ ઋજુવાલિકા સરિત તીરે, લહી ચતુર્વિધ શ્રમણ સંઘ સ્થાપી કરી,
જીવ કર્યા કેઈ ભવજલધિ તીરે...
ક્ષય કરી કર્મ સવિ જે વર્યા શિવવધૂ,
પુણ્ય દીપાવલી નિશિ જિનેન્દ્ર,
તાસ ચરણે નમે નેમિ - અમૃત તણા, દેવગુરુ શિષ્ય ગણિ હેમચન્દ્ર...
વીર ૬
વીર ૭
વીર ૮
વીર ૯
વીર. ૧૦
વીર. ૧૧
विविध हैम रचना समुच्चय