SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવનામા કૃપા પૂજ્ય ગુરુદેવની : પરમ પૂજ્ય પાદ ગુરુદેવ આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, કાયમ અંતરના આશિષપૂર્વક પ્રેરણા કરે, બીજા કાર્યો ગૌણ કરી પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરી પ્રકાશન કરો, કહે પણ ખરા "પાનું ફરે સોનું ખરે" કંઈક પાના ફેરવશો તો નવું પ્રકાશન મળશે, નિવો પ્રકાશ] તમારી શક્તિનો આ ક્ષેત્રમાં ઉપયોગ કરો, જરૂર સફળતા મળશે જ અને તેઓ પૂજ્યશ્રીની પૂર્ણકૃપાથી જ અથ થી ઇતિ સુધી આ ગ્રંથનું કાર્ય થયું છે. - પૂજ્યપાદ મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજ ઃ જેમની આંતરિક શક્તિનો ખ્યાલ પંક્તિના એક એક શબ્દોના ઉકેલ વખતે જ આવી શકે એવી દૃષ્ટિસૂઝ ધરાવતા નિઃસ્પૃહી, દર્શનપ્રભાવક, શ્રુતસ્થવિર પૂજ્યપાદ મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજ સાહેબની અંતરની લાગણીથી જ આ સંશોધન શક્ય બન્યું છે, જો તેઓશ્રીએ જેસલમેર/ખંભાત કે પાટણના ભંડારમાં રહેલ આ પ્રતોનો ખ્યાલ ન આપ્યો હોત, તો આ પ્રત અમારા હાથમાં આવત જ ક્યાંથી ? શ્રી લક્ષ્મણભાઈ ભોજક પાસે પ્રાચીન લિપિ પદ્ધતિથી જાણકારી મેળવી વિશેષજ્ઞાન પૂજ્યશ્રી પાસેથી જ મેળવ્યું. સાધુઓ આ કાર્યમાં તૈયાર થાય તેવી તેમની ભાવના એટલે કલાકો સુધી સાથે બેસાડી માર્ગદર્શન આપ્યું. ઘણી એવી પંક્તિઓ હતી, તેનો ઉકેલ પાનું હાથમાં લેતા જ તેઓશ્રી પાસે મળી જતો. તેઓશ્રીને સ્મૃતિપથમાં ન લાવીએ તો સંશોધનની જ એક ત્રુટિ ગણી શકાય. કેટલાક શ્લોકોની અર્થ સંગતિ વિર્ય પંડિતજી શ્રી રજનીકાંતભાઇ તથા પંડિતજી શ્રીવિષ્ણુકાંતજી ઝા પાસે કરાવી છે. મુનિશ્રી જિનેશચંદ્રવિજયજી : નાની ઉંમરમાં પૂજ્ય દાદીમા સાધ્વીજી શ્રી ઉદ્યોતયશાશ્રીજી, પૂજ્ય માતુશ્રી સાધ્વીજી શ્રી તરુણયશાશ્રીજીના પગલે પગલે સંયમ સ્વીકારી પૂજ્યશ્રીના શિષ્યરત્ન પરમવિનયવંત ગણિવર્ય શ્રીનિર્મળચંદ્રવિજયજીના શિષ્ય બન્યા. ધગશ ઉત્સાહ, ખંત, દરેક વાતમાં મૂળ સુધી જવાની વૃત્તિ, જ્ઞાન મેળવવાની ઝંખનાની સાથે ગુરુકૃપાબળે આગળ વધી રહ્યા છે. આ ગ્રંથના સંશોધન વખતે કલાકો, દિવસો સુધી સાથે બેસી જુદી જુદી ૧૨-૧૨ પ્રતો વાંચી, અક્ષરે અક્ષર મેળવતા, આળસ વગર પહેલા પોતાની રીતે કોપી કરે, મેળવ્યા પછી પાછી કોપી કરી, મેટર તૈયાર કરે. આ રીતે હમણા ભલે કોઈની સંગાથે, પણ પછી ધગશથી કામ કરે તો આવા અનેક
SR No.022615
Book TitleDashvaikalik Sutram
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2014
Total Pages416
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy