SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ -~ ~ RE વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~~~~ એટલે ?' કોઈપણ આત્મા સર્વગુણસંપન્ન ન હોય, પડતા કાળને લીધે આચારમાં થોડી ઘણી ઢીલાશ હોય પણ ખરી. જો કે એવી કોઈ મોટી ઢીલાશ નથી. પણ તમે ઝીણું ઝીણું જોવા જશો... તો...?” સાહેબજી! એ ફિકર ન કરશો. દોષદષ્ટિને કાઢી નાંખવાનો સઘન પુરુષાર્થ કરું છું. જ્યાં સાચો ગુણ દેખાય, ત્યાં અંતરથી વંદન! જ્યાં દોષ દેખાય, ત્યાં કરુણા, છેવટે ઉપેક્ષા!” મેં મારો બચાવ કરી લીધો. બીજા દિવસે સવારે ૯.૧૫ થી ૧૦.૧૫ નવકાર આરાધના ભવનના ભોંયરામાં હું ચતુર્વિધ સંઘને પ્રવચન આપતો હતો. ત્યાં સાધુ-સાધ્વીઓ વધુ હોવાથી પ્રવચનનો વિષય સંયમવૈરાગ્યલક્ષી વધુ રાખેલો. મારું પ્રવચન ચાલુ અને મને એક મહાત્માએ ઈશારો કર્યો કે “તમે તમારી ડાબી બાજુ જુઓ...' મેં નજર કરી, તો એક પચાસેક વર્ષના સાધુ પાટની પાસે નીચે બેસી ગયા હતા. મારે એમનો કોઈ પરિચય નહિ, મને મહાત્માએ કહ્યું કે “આ આચાર્ય...” હું ચોંક્યો, એક આચાર્ય મારા જેવાના પ્રવચનમાં આવે, એ પણ કશું કહ્યા વિના આવે, ચૂપચાપ સાંભળવા માટે બેસી જાય, પ્રવચન' ન ડહોળાય, એ માટે નીચે જમીન પર બેસી જાય... એ એમની નમ્રતા ગુણની પરાકાષ્ઠા હતી. પછી તો મેં એમને પાટ પર બેસાડ્યા... પ્રવચન બાદ તેઓશ્રી શિહોરી ઉપાશ્રયમાં પૂ.મુ.મહાયશ વિ.મ.ની પાસે ગયા, હું પણ ત્યાં ગયો. સંમતિ લઈને બેઠો. અમારા વચ્ચે જે વાર્તાલાપ થયો, તે નીચે મુજબનો હતો. “મેં સાંભળ્યું છે કે આપ તો બહુ મોટા સાધક છો. પુષ્કળ મંત્રજાપ કરો છો...” “મહારાજ ! એવું કશું વિશેષ નથી. મારી શક્તિ પ્રમાણે કરું છું...” વચ્ચે જ પૂ. મહાયશ મ. બોલ્યા. એ શું કરે છે? એ હું કહું. રાત્રે ૯ થી માંડીને ૧ થી ૨ વાગ્યા સુધી અખંડ જપ-સાધના કરે છે. ચાર-પાંચ કલાક! જબરદસ્ત સામર્થ્ય છે. - આ પાછું એકાદ દિવસ નહિ, પણ કાયમ માટે !” એક નવકારવાળી પણ ચંચળતા સાથે ગણતા મારા માટે આ વસ્તુ તો ભારે આશ્ચર્યજનક હતી. માણસ આખા દિવસનો થાક પછી પણ ૯ થી ૧ સુધી એક જ આસને અપ્રમત્ત શી રીતે બેસી શકે?
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy