SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ + ભાવોનું સન્માન કરો... સાહેબજી ! માત્ર એક જ મિનિટનું કામ છે. અંદર અવાશે ?' ૭૫ વર્ષના વયોવૃદ્ધ શ્રાવકે અમદાવાદ આયોજનનગરના ઉપાશ્રયમાં દરવાજો આડો કરીને અંદરની બાજુ બેઠેલા પ્રવચનકાર મુનિ પાસે અંદર આવવાની પરવાનગી માંગી. વિ.સં. ૨૦૬૭ના ચાતુર્માસનો એ સમય ! શ્રીસંઘે મુશ્કેલીથી પર્યુષણ માટે બે સાધુઓ મેળવેલા. પર્યુષણની આરાધના એકંદરે સારી ચાલતી હતી. પ્રવચનકારને પ્રવચનની તૈયારી કરવા માટે મહેનત કરવી પડતી, સમય કાઢવો પડતો. એટલે રૂમમાં તો નહિ, પણ ઉપર ચડવાના દાદરા પાસે જે બારણા હતા, એ આડા કરીને એ દાદરાના પેસેજ પાસે બેસીને પ્રવચનની તૈયારી કરતા. બારણું આડું કરવાનું કારણ એ જ કે કોઈપણ એમને વિક્ષેપ ઉભો ન કરે. પર્યુષણમાં વંદનપચ્ચકખાણ વગેરે માટે સહજ રીતે જ વધુ અવરજવર રહેતી હોય, એમાં પ્રવચનની તૈયારી કરવી એ નવા પ્રવચનકારને અઘરી પડતી હતી, એટલે એમણે આ વિકલ્પ અજમાવ્યો. લોકો બહાર બીજા નાના + નવા મને વંદનાદિ કરીને ત્યાંથી જ વિદાય થઈ જતા. વૃદ્ધ શ્રાવકની વિનંતિ સાંભળીને પ્રથમ તબક્કે તો પ્રવચનકાર મુનિને વિક્ષેપ થવાથી અણગમો થયો, પણ મોટાભાગની તૈયારી થઈ ગઈ હોવાથી અને શ્રાવકના મુખ ઉપર વિશિષ્ટ કોટિના ભાવ દેખાવાથી અણગમો દૂર થઈ ગયો અને “અવાશે, બોલો શું કામ છે ?' એમ બોલી ઉઠ્યા. તરત જ અંદર આવીને હાથમાં રહેલી વસ્તુ મુનિની સામે ધરતા બોલ્યા “સાહેબજી ! આપનો સમય નહિ બગાડું. બસ, આ સોફરામાઈસીન આપ રાખી લો. અને આપને પગ નીચે જે ભાગ ઉપર ચામડી ઉખડી ગઈ છે, ત્યાં લગાડી દેજો ... આટલો મને લાભ આપો...” બોલતા બોલતા તો રીતસર વૃદ્ધની આંખોમાંથી આંસુ વરસવા લાગ્યા. પૂર્વના દિવસે બપોરે Body વિષય પર મુનિએ પ્રવચન આપેલું, એમાં એમણે કહેલું કે શરીર પરનું આપણું મમત્વ કેટલું બધું હોય છે. મારે પગની ઘુંટીની પાસેની ચામડી ઉખડી ગઈ છે, તો એ ભાગ જમીનને ન સ્પર્શ, એ માટે હું પૂરી કાળજી કરું છું. ભૂલે ચુકે પણ જો જમીનને સ્પર્શી જાય, તો તરત જ ઉંહકારો નીકળે છે, તરત પગ પાછો વ્યવસ્થિત ગોઠવી દઉં છું, આ છે મારો દેહરાગ !' મુનિએ જાહેરમાં એ ઉખડી ગયેલી ચામડીવાળો ભાગ દેખાડેલો. પેલા ભાઈ ખુરશી પર બેસીને પ્રવચન સાંભળતા હતા, એમણે ચામડી ઉખડી ગયેલો લાલ ભાગ બરાબર જોયેલો, એમનાથી એ સહન ન થયું. બીજા દિવસે સવારે સોફરામાઈસીનની ટ્યુબ લઈને આવી ગયા. પહેલા એમણે બહાર બેઠેલા મુમુક્ષુને પુછયું કે “મહારાજ સાહેબને આ ટ્યુબ આપવી છે.”
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy