SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ) બોલવા કહેવું. તેઓ જે નામ બોલે, એ દ્રવ્યો નહિ વાપરવાના, પણ એ સિવાયના દ્રવ્યો વા૫૨વાના. (૮) (૯) (૧૦) કરિયાતું નાંખીને વાપરવું. (૧૧) સેહુલભાઈ નામના એક શ્રાવકે પાયો નાંખેલો, એમણે આંબિલમાં જેટલા દ્રવ્યો એ દિવસે વાપરેલા હોય, એટલા અને એ જ દ્રવ્યો વાપરવા. (૧૨) આયંબિલખાતામાં બનાવેલા તમામે તમામ દ્રવ્યો વહોરવાના, બધા એક પાત્રામાં દાદાગુરુ + ગુરુ + અન્ય એક મહાત્મા એમ ત્રણ જણ જે એક-એક દ્રવ્યનું નામ બોલે, એ જ એક-એક દ્રવ્ય વાપરવા. (કુલ ત્રણ જ દ્રવ્યો થાય.) ઉપવાસ. ભેગા કરીને વાપરવાનું. એટલે કે બધા જ પ્રકારના પ્રવાહી ખોરાકો + રોટલી, રોટલા વગેરે + ફરસાણ + ઓદન + થુલી વગેરે બધું જ એક જ પાત્રામાં ભેગા કરીને વાપરવાના. (૧૩) નવપદની ઓળી ચાલુ હતી, એટલે ઘણા બધા મુનિઓને આંબિલ ચાલુ હોવાથી ત્રણ ઝોળી આંબિલ ખાતે જતી હતી. એમાંથી રૂપાતીત વિ. નામના સાધુની ઝોળીમાં જે દ્રવ્યો આવે, એ જ દ્રવ્યો વાપરવાના. બીજી ઝોળીમાં આવેલા દ્રવ્યો નહિ. (એ પણ પહેલેથી કહેવાનું નહિ.) ઉપવાસ. (૧૪) (૧૫) પહેલી વારની ગોચરીમાં આંબિલમાં જે દ્રવ્યો ન આવ્યા હોય, તેનાથી જ આંબિલ કરવું. (એ બીજીવારમાં મંગાવી લેવાના.) (૧૬) તરપણી ચેતનામાં જે દ્રવ્યો આવ્યા હોય, એનાથી જ આંબિલ... (૧૭) સેહુલભાઈએ જે દ્રવ્યો વાપર્યા હોય, એ સિવાયના જ દ્રવ્યો લેવાના, વાપરવાના. (૧૮) અલેપકૃત સુકા ખાખરા-ચણા-ધાણી વગેરે દ્રવ્યો જ વાપરવાના. (૧૯) (આ લેખ મોકલનારે ૧૯માં દિવસનું લખેલ નથી...) (૨૦) ઉપવાસ. = ઘાટકોપરના ચોમાસા દરમ્યાન આ મુનિએ અભિગ્રહોથી વિશિષ્ટ એવો પાયો આરાધી આપણને સૌને એક આલંબન આપેલ છે કે મનને બાંધી ન રાખવું. બધું જ ચાલે, બધા પ્રકારનું ચાલે. દ૨૨ોજ પરિસ્થિતિ બદલાય, તો દરરોજ એમાં જાતને બરાબર ગોઠવી દેવી, ઉંચા-નીચા ન થવું. અભિગ્રહો લેવા પાછળનું એક કારણ આ પણ છે કે રૂટીંગ લાઈફને બદલે બદલાતી પરિસ્થિતિઓમાં જીવવાથી તન અને મન બધી જ રીતે ઘડાય. ૬ ૧
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy