SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ મુખ્ય ટ્રસ્ટી તો આશ્ચર્ય સાથે આનંદ પણ પામ્યા. આ ઉદારતા ત્યાં સુધી વિસ્તરી કે “સંઘના દેરાસ૨ની બહાર બે બોર્ડે મુકવા, એમાં એક-એક બોર્ડ ઉપર ક્રમશઃ સોમવાર અને મંગળવારની સંવત્સરીની આરાધનાની વિગતો લખવી. તથા લખવું કે “જેઓ જે દિવસે આરાધના કરવા માંગે, તે દિવસે આરાધના કરી શકશે.” આવો નિર્ણય પણ છેલ્લે લેવાયો. (એ મુખ્ય ટ્રસ્ટી હાલ એકતિથિપક્ષના આરાધક છે. છતાં આજે એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે “આપણે કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ બાંધી ન દેવો. મુખ્ય આચાર્ય ભગવંતની ઉચ્ચકોટિની ઉદારતા મેં કાનોકાન સાંભળી છે. હું આજેપણ આરાધના એકતિથિપક્ષની કરું છું. પણ કોઈપણ પ્રત્યે દ્વેષ-અરુચિ-તિરસ્કાર રાખતો નથી. સાહેબજી ! ઘણીવાર તો વચ્ચેનાઓ જ મીઠું-મરચું ભભરાવીને બધું બગાડતા હોય છે. મુખ્ય વ્યક્તિઓ નિર્દોષ હોય, તો ય આ વચ્ચેની વ્યક્તિઓ દ્વારા તેઓને કલંક લાગતા હોય છે. શું થાય ?” પણ આ ઉદારભાવના જો બધા કેળવી લેતા થઈ જાય તો કેટલું સરસ !) आज्ञाधनं सर्वधन - प्रधानम् એક મુનિરાજની પ્રેરક સત્યઘટના “ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશો જી. તીર્થાધિરાજની પાવનભૂમિ... ભક્તોની ભીડથી ઉભરાતી તલેટીની નિકટનો પ્રદેશ... પ્રભાતનો સમય... લગભગ ૫૫ વર્ષની વયના એક મુનિરાજ પ્રાભાતિક પ્રતિક્રમણ પ્રતિલેખન - સજ્ઝાયાદિ ક્રિયાઓથી નિવૃત્ત થઈને પોતાના ગુરુદેવ પાસે ઉપસ્થિત થયા અને વંદનાદિ વિધિ કરીને તેમણે ઉપરોક્ત આદેશ માંગ્યો. હા, એ મુનિરાજ તપમાં આગળ હતા. ‘તપસ્વી'ના ઉપનામથી પોતાના વૃંદમાં તેઓ ઓળખાતા પણ જરૂર હતા. પણ જ્યારે આ આદેશ તેઓ માંગી રહ્યા હતા ત્યારે તે દિવસે તેઓ કોઈ વિશિષ્ટ પ્રત્યાખ્યાનની નહિ પણ માત્રને માત્ર સામાન્ય (બિયાસણ-એકાશનાદિ) પ્રત્યાખ્યાનની ધારણાથી જ પોતાના ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થયા હતા. “શેનું પ્રત્યાખ્યાન કરશો ?" ગીતાર્થ ગુરુદેવે પ્રશ્ન કર્યો. > “ગુરુદેવ ! આપ જે આપો તે પ્રમાણ.” વિનયાવનત મસ્તકે એ મુનિએ ઉત્તર આપ્યો. અને... ગુરુદેવના મુખેથી સરસ્વતી વહી નીકળી... સૂરે ઉગ્ગએ અભત્તઢું અારસભનં પચ્ચક્ખાઈ...” ૨૯
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy