SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ પ્રશ્ન ઃ તમે આટલા બધા પત્રો લખો છો, તો પેડ કેમ નથી રાખતા ? આવા રદ્દી જેવા કાગળો પર કેમ લખો છો ? ઉત્તર ઃ પેડ મંગાવવામાં પણ ક્રીત/અભ્યાહત દોષો છે. તેના કરતાં, સ્કૂલ/કોલેજોમાં ભણતાં છોકરાઓનું વર્ષ પૂરું થાય, ત્યારે નોટોમાં વધેલા જે કાગળો હોય, તે જ મંગાવી લઉં છું. જો કે તેમાં પણ અભ્યાહત દોષ છે, પણ જે શ્રાવક વંદનાદિ માટે આવતાં જ હોય, તેની પાસે જ મંગાવું છું. એટલે તે દોષ બહુ અલ્પ લાગે. (અષ્ટક ટીકાકારના મતે ન જ લાગે.) જેટલું બચી શકાય તેટલું બચવું, તે જ જયણા છે ને ! અને તેમાં જ પરિણતિ ટકે છે ! આ રીતે તૈયાર મળતાં તરપણીના દોરામાં આધાકર્મી દોષ... બનાવવામાં માત્ર ક્રીત/અભ્યાહત... ઘડિયાળને માત્ર રાત્રે ચાલે તેટલી જ ચાવી આપવી - દિવસે તો ઉપાશ્રયની ઘડિયાળ દેખાય કામ ચાલી જાય... (અલબત્ત, આપણે વધારે બુદ્ધિમાન અને સુધારાવાદી હોઈએ તો આ બધા ઉત્તરો આપણને જડતા ભરેલા ય લાગે... પણ સંયમખપી આત્માઓ તો આ વાતો સાંભળીને અવશ્ય આનંદ જ પામે. મોટા તપ, મોટા વિહારો, વ્યાખ્યાનો... આ બધું અગત્યનું ખરું, પણ એના કરતા ય સૂક્ષ્મપ્રજ્ઞાને કામે લગાડીને ઝીણી ઝીણી બાબતોમાં ય ષટ્કાયની યતના કરવી, ષટ્ મહાવ્રતની આરાધના કરવી એ મહાન ધર્મ છે. અષ્ટકકારે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સદા માટે ધર્મ સૂક્ષ્મબુદ્ધિથી જાણવો. સ્થૂલબુદ્ધિથી કરાતો ધર્મ ખરેખર તો ધર્મનાશક જ બની રહેશે.... આપણે આપણી સ્કૂલ બાહ્મક્રિયાઓમાં જ તો ધર્મ માની નથી બેઠા ને ?) મહાપુરુષોની મુઠ્ઠી ઉંચેરી મહાનતા પ્રાયઃ વિક્રમ સંવત ૨૦૨૯ની સાલની આ વાત છે. તે વખતે સંવત્સરીપર્વની આરાધના જુદા જુદા દિવસોમાં આવતી હતી. બેતિથિપક્ષની સંવત્સરી સોમવારે અને એકતિથિપક્ષની સંવત્સરી મંગળવારે ! એ જમાનામાં તિથિનો પ્રશ્ન સળગતા અંગારા જેવો ! એટલે બધાને ગભરાટ તો હતો જ. મુંબઈના એક નાનકડા સંઘના મુખ્ય ટ્રસ્ટીએ બેતિથિપક્ષના મુખ્ય આચાર્ય ભગવંતને વિનંતિ કરી કે “આખું ચોમાસું સાધુ આપી શકો, તો સારું. અમારે આરાધના થાય.” મુખ્ય આચાર્ય ભગવંતે એક પંન્યાસજી સહિત ત્રણેક સાધુઓ આપવાની વાત મંજુર કરી લીધી. ૨૭
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy