SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ————— વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -------- “સાંજે સાતેક વાગે...” “એક કામ કરશો ? બપોરે ૩.૩૦ થી ૪.૩૦ અહીં જ પાછું ચતુર્વિધ સંઘનું પ્રવચન છે. જિજ્ઞાસુ યાત્રિકો, સાધુ-સાધ્વીઓ બધા આવે છે. તમે એ વખતે આવશો ?” “ચોક્કસ! અમે તો સાંભળવા આવવાના જ છીએ, પણ આપને કંઈ કામ છે ?” “એ પછી વાત! તમે આવો તો ખરા..” અને મેં એ બધાને રવાના કર્યા. બપોરના પ્રવચનમાં એ ત્રણેય ઉત્તમ આત્માઓને ઉભા કરી શ્રીસંઘને એમની ઓળખાણ કરાવી, ઉપર લખેલી આખી ઘટના વિસ્તારથી કહી સંભળાવી. (હવે મારા તરફથી એક વિનંતિ... તમે કોઈને પણ પત્ર લખો છો ખરા? કે પત્ર લખવાની બાધા છે ? જો લખતા જ હો, તો એક કામ કરશો ? જો આ પ્રસંગ જાણીને તમને ખરેખર એ ઉત્તમ આરાધકો પ્રત્યે બહુમાન-સભાવ પ્રગટ્યો હોય તો એક કાગળ અને એક કવર હાથમાં લો, તમને જે યોગ્ય લાગે, એ શબ્દોથી એમની અનુમોદના એ કાગળ પર લખો. તમે P..પણ લખી શકો છો, પોસ્ટ કવર પણ કરી શકો છો, આંતરદેશીય પણ લખી શકો છો, ૧૫-૨૦ રૂપિયા ખરચવાની તૈયારી હોય તો કુરિયર પણ કરી શકો છો... તમે એવો કોઈ મહાન ભોગ આપી શક્યા નથી... વાંધો નહિ. પણ જેમણે આવો મહાન ભોગ આપ્યો છે, કમ સે કમ એમની અનુમોદના તો કરી શકીએ ને ? શબ્દો લખવામાં કંજુસાઈ ન કરશો, હૈયાના ભાવ બરાબર એમાં ઉતારજો... એ બહેનની ભાવનાઓ નજર સામે રાખીને સંયમીઓ માત્ર એટલું જ વિચારે કે સ્વાધ્યાય-વૈયાવચ્ચાદિ આપણે કર્યા, છતાં એનું ફળ શું?...” એવી કોઈ મલિન ભાવનાના ભોગ આપણે બનવું નથી. ભોગ આપવો જ છે, ભોગ લેવો નથી જ. પેલી કવિપંક્તિ પુન મીત્રે ય અંગારે, તે વશી રાદY વનતા વત... પત્ર લખવામાં આળસ હોય, જલ્દી અનુમોદના કરવી હોય... તો તમે તો મોબાઈલના માલિક છો... (એ બહેનનું નામ પુછવાનું ભુલાઈ ગયું... એટલે લખી શક્તો નથી. હવે એ પણ યાદ આવે છે કે વર્ષો પહેલા પૂ.ગુરુદેવશ્રીની સાથે વહેલી સવારે એમના ઘરે દર્શન પણ કરેલા.. ક્યારે ? એ પાકું યાદ આવતું નથી.) સરનામું : હિતેષભાઈ ગાલા. બી-૧૭, તૃપ્તિ સોસાયટી, હનુમાન રોડ, વિલે પાર્લે (પૂર્વ), મુંબઈ - ૪૦૦૦૫૭. મો. ૯૮૨૦૯૨૮૪૫૭ -- - ૧ ૨ ૨ -
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy