SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સંપાદકીય પરમકૃપાળુ દેવાધિદેવ ચરમ તીર્થપતિ, શ્રી મહાવીર સ્વામિ ભગવાને અંતિમ સમયે સોળ પ્રહર સુધી જે દેશનાં આપી તેમાં ૫૫ અધ્યયન પુન્યફલનાં અને ૫૫ અધ્યયન પાપફલનાં અને ૩૬ અધ્યયન વગર પૂછાયેલા વર્ણવેલ. તે ૩૬ અધ્યયન એ જ ઉત્તરાધ્યયન. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો યોગોદ્વહન કરે ત્યારે વડિલો ઉત્તરાધ્યયન ગોખવા અને ટીકાનું વાંચન કરવા માટે પ્રેરણા કરતાં હોય છે. સંસ્કૃતનો સામાન્ય અભ્યાસ કરનાર પણ ટીકાનું વાંચન કરીને આગમ વાંચનમાં પ્રવેશ કરી શકે તે માટે શ્રી લક્ષ્મીવલ્લભ ગણિની ટીકા ખુબ જ સરલ અને સરસ છે. તેથી વિદ્વાન મુનિશ્રી ભાગ્યેશવિજયજીને મિત્ર ભાવે આ ટીકાની શુદ્ધિ કરવા જણાવેલ અને તેમણે મારી ભાવનાને સહર્ષ સ્વીકારીને શુદ્ધિ કરી આપેલ, તે પ્રથમ આવૃત્તિ રૂપે પ્રકાશિત થયેલ. ત્યારબાદ આ ગ્રંથની ઉપયોગીતા હોવાથી આવૃત્તિ પૂર્ણ થતા માંગ વધવા લાગી એટલે – પૂજ્ય મહાત્માઓની વારંવાર સલાહ-પ્રેરણાથી બીજી આવૃત્તિ રૂપે આ ગ્રંથ પ્રકાશિત કરી રહ્યા છીએ. તેમાં હું તો નિમિત્ત માત્ર છું. બાકી તો મારી શારીરિક અસ્વસ્થતામાં પણ બધા મહાત્માઓનો સહકાર જ આ ગ્રંથના પ્રકાશનમાં કારણભૂત છે. પરમ ઉપકારી આચાર્ય ભગવંતશ્રી માનતુંગસૂરીશ્વરજી મહારાજાએ ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનની થોય બનાવી છે તે સૌને ૩૬ અધ્યયન મુખપાઠ રાખવામાં ઉપયોગી બને તે હેતુથી ગ્રંથની આદિમાં આપવામાં આવી છે. ઉત્તરાધ્યયનનાં અધ્યયન દ્વારા આપણે વિનય આદિ ગુણોને પામવા સદ્ભાગી બનીએ એ જ ..... પંન્યાસ વજ્રસેન વિજય સિદ્ધગિરિ. જેઠ સુદ ૧૫-૨૦૫૭
SR No.022592
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay, Bhagyeshvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2001
Total Pages350
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy