________________
श्री शङ्केश्वरपार्श्वनाथभगवते नमः पूज्यपाद् सिद्धि-विनय-भद्र-ॐकारसूरीश्वरसद्गुरुभ्यो नमः
પુરોવચન મહિમાવંતુ, પવિત્ર ઉત્તરાધ્યયનસૂત્ર આગમ ગ્રન્થોના વર્ગીકરણમાં મૂળ સૂત્ર તરીકે આદરભર્યું સ્થાન પામેલ છે.
ઉત્તર એટલે શ્રેષ્ઠ, ૩૬ શ્રેષ્ઠ અધ્યયનો જેમાં આવેલા છે તે પવિત્ર સૂત્ર. નિયુક્તિકાર પૂજ્યપાદ ભદ્રબાહસ્વામી મહારાજના વચનને ટાંકીને કહીએ તો નજીકના સમયમાં મોક્ષે જનારા ભવ્યો જ જેમનું અધ્યયન કરી શકે છે, તે આ પવિત્ર અધ્યયનો સંયમી જીવનના ઘડતર માટેની સુન્દર શિક્ષા આપનારા છે. આથી જ, પહેલાં આચારાંગ સૂત્રના અધ્યાપન બાદ તરત જ ઉત્તરાધ્યયન સૂત્ર સંયમીઓને ભણાવાતું. પૂજયપાદ શäભવ સૂરિ મહારાજા દ્વારા દશવૈકાલિક સૂત્રની રચના થયા બાદ, હાલ, દશ વૈકાલિક સૂત્રના અધ્યાપન બાદ તરત આ પવિત્ર સૂત્રનું અધ્યયન સંયમીઓને કરાવાય છે. અને
એ રીતે ઉત્તર એટલે પછી એ અર્થમાં “ઉત્તર” શબ્દનો પ્રયોગ થયો છે-એવું આ ગ્રન્થ - પરના અનેક વિદ્વાન્ ટીકાકારો પૈકીના એક પૂજય ભાવવિજય ગણીએ નોંધ્યું છે.
પ્રભુએ ઉત્તરકાળમાં કહેલા અધ્યયનો એવો અર્થ આ ગ્રન્થરત્નની પવિત્રતામાં સારો એવો ઉમેરો કરી આપે છે; કારણ કે પરમાત્મા, ત્રિલોકગુરુ મહાવીર ભગવાને ૧૬ પ્રહરની આપેલ અન્તિમ દેશનામાંનો ઘણો ભાગ અપ્રાપ્ય હોવા છતાં, તે જ અન્તિમ દેશનામાં પ્રભુએ પ્રબોધેલા આ ૩૬ અધ્યયનો આપણી સમક્ષ છે.
આગળ કહ્યું તેમ, આ ગ્રન્થરત્ન પર અનેક વિદ્વભોગ્ય ટીકાઓ રચાયેલી હોવા છતાં, પ્રસ્તુત ટીકા તેના રચયિતા પૂજ્ય શ્રી લક્ષ્મીવલ્લભ ગણી મહારાજે સંસ્કૃત ભાષાના પ્રાથમિક અભ્યાસીઓ માટે બનાવી છે. મન્દ ક્ષયોપશમવાળા સંયમી મહાત્માઓ પણ પવિત્ર ગંભીર અને સંયમી જીવનની મહત્તા પર ઊંડો પ્રકાશ પાથરતા આ ગ્રન્થના કવયિતવ્યથી અજ્ઞાત ન રહી જાય તે માટે તેમણે આ પ્રયાસ કર્યો છે.
(१) जे किर भवसिद्धिया, परित्त संसारिया य जे भव्वा; ते किर पढंति एए, छत्तीसं उत्तरज्झाए । (૨) ારા , ૩રન્સયા, રાધ્યયનાનિ વગેરે શબ્દો સૂચવે છે તેમ “ઉત્તર-અધ્યયનો”
તરીકે બહુવચનાત્મક પ્રયોગ જ આ અધ્યયન સમૂહ માટે થતો આવ્યો છે.