SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિષ્ણુશ્રી સાધ્વીનું વર્ણન છે. એમાં જ શ્રી શય્યભવસૂરિએ મનકમુનિ હેતુ રચેલા શ્રી દસવૈકાલિક ગ્રંથનો પણ નિર્દેશ છે. દીર્ઘ અતીત ચોવીસીમાં થયેલા સંવિગ્ન વજ્રસૂરિ તેના એક આરાધક અને ૪૯૯ વિરાધક શિષ્યો તથા ૨૦૦૦ આરાધક સાધ્વીઓનું વર્ણન છે. ચાર નિક્ષેપથી આચાર્યોની વિચારણા કરી ભાવાચાર્યની આજ્ઞાને જિનાજ્ઞાતુલ્ય બતાવી છે. શ્રીપ્રભુ સાધુનું દૃષ્ટાંત છે. તથા પ્રમાદ-મૈથુન અને ઉત્સર્ગ- અપવાદ માટે જિનવચનનું ઓઠું લઈ પોતાના પ્રમાદનો બચાવ કરવા જતાં અનંતભવ રખડેલા સાવઘાચાર્યનું દૃષ્ટાંત છે. (F) ગીતાર્થવિહાર નામના છઠ્ઠા અધ્યયનમાં શ્રુતનું માહાત્મ્ય દર્શાવ્યું છે. દસપૂર્વી અમાયાવી નંદીષેણ મુનિનું પતન કેમ થયું ? વગેરે વાત છે. માયાના વિષયમાં આસડનું દૃષ્ટાંત છે. માયાથી આલોચનાના દોષ બતાવી પ્રાયશ્ચિત્ત ક્યાં ? કેવી રીતે ? કયાં સ્થાનોથી લેવું ? ગુણકારી બને તેનો નિર્દેશ છે. મેઘમાળા સાધ્વીનું દૃષ્ટાંત છે. ગીતાર્થવચનની મહામૂલ્યતા અને અગીતાર્થ-વચનની ભયંકર અનર્થકારિતા બતાવી. શાસન-શ્રુત આદિના વિરોધી થવા અંગે ઈશ્વર (ગોશાલકનો ઘણા વખત પૂર્વનો ભવ) દૃષ્ટાંતભૂત છે. અગીતાર્થ રજ્જુ સાધ્વીએ ઉકાળેલા પાણી અંગે વિપરીત પ્રરૂપણા કરી. પછી પશ્ચાત્તાપ સાથે પ્રાયશ્ચિત્ત કરવા જાય છે ત્યારે કેવળીએ એને પ્રાયશ્ચિત્ત માટે અયોગ્ય બતાવી. આ મુદ્દાની વિચારણા ખાસ નોંધપાત્ર છે. માયા આલોચના અંગે લક્ષ્મણા સાધ્વીનું દૃષ્ટાંત છે. એ ૮૦ ચોવીસી ભટકી, હવે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકરકાલે મોક્ષે જશે. તીર્થંકરોના ઉત્કૃષ્ટ પુણ્યપ્રભાવ વારંવાર ધ્યાન આપવાપાત્ર છેઃ મધુબિંદુ દૃષ્ટાંતભૂત વિષયલુબ્ધ લોકોની હાલત વૈરાગ્યપ્રેરક છે. ‘જે શક્ય હોય તે કરવું' આ વચનમાં રહેલો દોષ બતાવ્યો છે. અને મહાપાપવચન તરીકે નવાજ્યું છે. ‘ઇચ્છા મુજબ કરો' એ કહેવામાં દોષ બતાવ્યો. મોક્ષ જાણવા છતાં સંયમ-તપ-બ્રહ્મચર્યાદિ યોગોમાં અરિહંત અપ્રમત્ત રહે છે – એ મુદ્દો ખાસ નોંધી લેવા જેવો છે. કાચબાના દૃષ્ટાંતથી વિષયલોલુપ જીવોને માનવભવ કેવી રીતે દુર્લભ છે ? તેની વિચારણા કરી છે. (G) ચૂલિકા ૧ : ધર્મ આચરણ વિધિ દર્શન. ગુણયુક્ત જીવ જો સંયમ પ્રત્યે આદરભાવ અખંડ હોય, તો જ પ્રમાદાચરણની પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિ પામે છે. આ જીવ પ્રાયશ્ચિત્ત ઉપદેશનો અધિકારી છે. પ્રાયશ્ચિત્તસૂત્રના અધિકારીને જ તે સૂત્ર અપાય. જે-તેને આપવામાં આપનાર પણ દોષિત બને. દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો માટેનું પ્રથમ સ્થાન છે રોજિંદી આવશ્યક ક્રિયાઓમાં થતી ગરબડો. કઈ ગરબડમાં કયું પ્રાયશ્ચિત્ત આવે તેની વિચારણામાં ગચ્છાધિપતિને પણ આવતાં પ્રાયશ્ચિત્તની महानिशीथ सूत्रम ७
SR No.022581
Book TitleMahanishith Sutram
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandravijay
PublisherJain Sangh Pindwada
Publication Year1997
Total Pages282
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_mahanishith
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy