SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬. આ ચાર પુરૂષો જે ઉપજ્યાં છે તે, અનેક, પ્રજ્ઞા, છંદો, શીલો, દૃષ્ટિઓ, રૂચિઓ, આરંભો, અધ્યવસાણયુક્ત, પૂર્વ સંજોગો છોડી આર્ય માર્ગ ન પામી, તે કોઈને બોલાવે નહિ કે મદદ માંગે નહિ કે સંસાર પાર થાય નહિ તેથી તે અધવચ્ચે જ વિષયાસક્ત અને ભોગોમાં આસક્ત થઈ દુ:ખી થાય છે. ૬૬૭. તે કહે છે, ગતિ મુજબ ચારે દિશાઓએ, આ લોકે, માણસો થાય છે ઃ- કોઈ આર્ય વર્ગના, કોઈ અનાર્ય વર્ગના, કોઈ ઉચ્ચ ગોત્રના તો કોઈ નીચા ગોત્રના, કોઈ સારા વર્ણના તો કોઈ દુવર્ણના, કોઈ સારા શરીરના તો બીજા ઠીંગણા શરીરે, કોઈ રૂપવાન તો કોઈ સારા રૂપ વિનાના થાય છે. આજ લોકોને ખેતરો, ધનધાન્ય આદિ વસ્તુઓ મળે છે, પ્રમાણે, થોડી કે વધુ હોય. તેવા કુળોમાં ઉપજી શ્રીમંત થાય તે ભિક્ષાચર્યામાં સ્થિર થાય છે. તેઓ સંબંધી જ્ઞાતિજનો, ઉપકરણો છોડી ભિક્ષાનું જીવન ગાળવાં સ્થિર થાય છે. કોઈને જ્ઞાતિજનો, ઉપકરણો ન પણ હોય છતાં ઘર છોડી, તે ભિક્ષાચર્યામાં દાખલ થાય છે, સ્થિર થાય છે. -- ૬૬૮. જ્ઞાતિજનો, ઉપકરણો આદિ હોય કે ન પણ હોય, છતાં તે છોડી ભિક્ષુજીવન ધારણ કરે છે. તે પૂર્વેથી જ જાણે છે, જેમ કે :- અહીં તે પુરૂષો એક બીજા સાથે મમતાથી વર્તે છે, વાતચીત કરે છે, તે કહે છેઃ- ખેતરો મારાં, વસ્તુઓ મારી, ચાંદી અને સોનું તે મારું છે, ધન અને ધાન્ય મારાં છે, કાંસુ, વસ્ત્રો તે મારાં છે, વિપુલ ધન, કનક, રત્નો, મણી, મોતી, શંખ, પ્રવાળ, શિલાઓ, માણેક, સંતસાર, સર્વે તેજદાર વસ્તુઓ, મારાં શબ્દો, મારું રૂપ, મારાં સુંગંધી દ્રવ્યો, વિવિધ જાતના રસો, તે મારાં છે. સુંવાળા સ્પર્શની ચીજો પણ મારી છે. આ સર્વે કામભોગો તે મારાં છે, સાચે જ હું પણ તેમનો જ છું. 27
SR No.022568
Book TitleSutrakritang Skandh 02
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy