SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય પાંચમો અનાચાર વિષે ૭૫૪.બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવા, આશુપ્રશ્ને આમ કહ્યું છે, આ ધર્મમાં અનાચારથી કયારેય વર્તે નહીં, જરા પણ નહીં. ૭૫૫. આ લોક અનાદિ છે તે જાણી, તે આદિ છે એમ ન કહે. વળી તે શાશ્વત છે તે જાણી અશાશ્વત છે એમ ન બોલે. ૭૫૬. આ બન્ને સ્થાનથી વ્યવહાર થાય નહીં અને થતો નથી. તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ. ૭૫૭. સર્વે જીવો કે જે સુખી છે, તેમનો નાશ થશે એમ જ્યોતિષી કહે છે, તે શાશ્વત છે એમ ન કહે. ૭૫૮. આ બન્ને સ્થાનોમાં વ્યવહાર થાય નહીં તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં કહેવાય છે. ૭૫૯. નાના અને મોટા જીવોનું વે૨ સ૨ખું જ હોય છે, તેથી સરખું નથી એમ ન કહે. ૭૬૦. આ બન્ને સ્થાનથી વ્યવહા૨ વિદ્યમાન નથી, તેથી તે બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ. ૭૬૧. પોતપોતાના કર્મો એક બીજા ભોગવે છે. તે કર્મોથી ઉપલિપ્ત છે એમ જાણી, તે ઉપલિપ્ત નથી એમ ન કહે. . ૭૬૨. આ બન્ને સ્થાનોએ વ્યવહાર વિદ્યમાન નથી, તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ. 123
SR No.022568
Book TitleSutrakritang Skandh 02
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy