SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪. પરીષદોમાં તે શુદ્ધ શબ્દોથી ગાય છે, પણ રહેઠાણે દુષ્કૃત્યો જ કરે છે. તે સાચા વેદ જાણે છે પણ તે છે માયાથી ભરેલો મોટો ઠગારો! ૨૬૫. પોતાના દુષ્કૃત્યો તે કહેતો નથી, તે મંદ પુરુષોને કથાઓ કરતો દેખાય છે. વેદો વિશે ક્રમથી નથી કહેતો, પ્રેરે તો કહે છે કે, તેને સારું નથી લાગતું. ૨૬૬. સ્ત્રીવેદ જાણતાં માણસો પણ ઉત્સાહથી સ્ત્રી પોષણ કરે છે. કોઈ પ્રજ્ઞાવાન પણ સ્ત્રીયોના વશમાં કષ્ટનાં કામો કરે છે. ૨૬૭. ભલે હાથ-પગ કાપે, વધેલા માંસને કાઢી નાંખે અથવા અગ્નિથી બાળે, છેદેલા જખમ પર ખારો સિંચે. ૨૬૮. અથવા કાન અને નાક કાપે, ગળું કાપે તે સઘળું તે સહન કરે છે. તે અહીં આમ ત્રાસેલો છતાંએ, ફરી તેમ હું નહિ કરું એમ કહેતો નથી. ૨૬૯. આમ જ કોઈ પાસેથી કહેલું સાંભળ્યું છે કે “હું સ્ત્રીવેદનો સારો જ જાણકાર છું.” ભલે તે આમ બોલે પણ કૃત્યોથી તેના અપકૃત્યો જ દેખાય છે. ૨૭૦. મનથી જાદું વિચારે, બોલવામાં જુદું કહે, વળી કૃત્યોથી અન્ય કરે છે. સ્ત્રીયો ઘણી જ ઠગારી હોવાથી, ભિક્ષુ તેણીના શબ્દોમાં શ્રદ્ધા કરે નહિ. ૨૭૧. એક જાવાન સ્ત્રી શ્રમણને કહે છે. તે સારાં વસ્ત્રો અને અલંકારોથી ભૂષિત છે. “હે શ્રમણ હું રુક્ષ જીવન ગાળીશ, હે ભયતારો, મન ધર્મ શીખવાડો.” ૨૭૨. તે વાદથી શ્રાવિકા કહે છે, હું શ્રમણોની સાધર્મિણી થઈ છું. જયારે લાખના કુંભ પાસે જ્યોતિ હોય તેમ સાધુ ત્યાં બેસી ભ્રષ્ટ થાય છે. ૨૭૩. લાખનું વાસણ જો જ્યોતિથી ઘેરાય તો તે જલદીથી પીગળી નાશ પામે છે. તેમ જ (સહવાસથી) સ્ત્રી સાથે અણગારનો નાશ થાય છે. Zi -
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy