SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ સૂયડાંગ સૂત્રને ગુજરાતી ભાષાંતર સાથે પ્રકાશિત કરવાનું લગભગ દસ વરસ પહેલા મને થયેલું. તેમાં સુધારા કરી હવે તે પ્રકાશિત કરતાં હર્ષ અનુભવું આ ભાષાંતર ઘણું ખરું શાબ્દિક છે તેથી વાચકને હું વીનવું છું કે અર્ધમાગધી મૂળ લખાણ વાંચી ભાષાંતર વાંચવું કે જેથી દેવનાગરી મૂળનું સ્વરૂપ જાણી શકાય. ભાષાંતરમાં વ્યાકરણ દોષો હોય તો તે માટે માફી માગું છું. જો કોઈ શંકા ઊપજે તો આગમના જાણકાર પંડિતને કે મહામુનિને પૂછી શંકા નિરસન કરાવવું. અર્ધમાગધી ભાષાનો પરિચય આવશ્યક છે તેથી આ સૂત્ર વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે એની આશા સેવું છું. સામાન્ય ભાષાંતર કરવામાં ઘણી ભૂલો થાય છે તેથી તેવું સાહસ ન ખેડવાનું મેં પસંદ કર્યું છે. પરમપૂજ્ય મુનિરાજ જંબૂવિજયજીને મારી ઇચ્છાથી મેં જાણકા૨ી લગભગ દસેક વર્ષો પહેલા સંખેશ્વરજી ગયો ત્યારે કરેલી. તેમના આશિષથી આ કાર્ય પૂરું કર્યું છે. જિન શાસનની પ્રભાવના આ લોકે થાય તેમ હું ઇચ્છું છું અને તે પૂરી કરવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને વીનવું છું. તે માટે મહાવીર વિશ્વવિદ્યાલયની સ્થાપના અને સંશોધન પ્રયોગશાળા સાથે થાય તો જ શક્ય છે. ભગવાન મહાવીરના સિધ્ધાંતોની વિરુદ્ધ ઘણીય રીતે આપણી રૂઢિયો ચાલે છે. તેમાંથી છૂટી સાચા માર્ગનું અવલંબન કરવું જરૂરી છે. સૂત્રકૃતાંગ તે અતિ મૂલ્યવાન ગ્રંથ છે. તે શ્રમણોને સંયમમાં સ્થિર કરવા ઉપયોગી છે. જૈનેતર વાદીયો વિષે જાણકારી આમાંથી મળે છે. આમાં ભગવાન મહાવીરને બ્રાહ્મણ કહ્યાં છે. સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સોળમાં અધ્યયનમાં છે. ભગવાન મૂળથી બ્રાહ્મણ કુળમાં હતા તેથી પણ આપણે તેમને બ્રાહ્મણ કહીએ તે વ્યાજબી છે. તે અનેક રીતે વીરતાથી સંસાર સામે લડ્યા તેથી તે ક્ષત્રીય છે. તેમના જ્ઞાન દર્શન અજોડ હોવાથી તે મહર્ષિ ગણાતા. તેમનો સંદેશ ક્રિયાવાદનો હતો તે માટે તે શ્રમણ પણ કહેવાતા. આપણે તેમનું સાચું મૂલ્ય આંકવા વિશ્વવિદ્યાલય સ્થાપીએ તો જ તેમનું ઋણ થોડું ચૂકવી શકીશું. Three
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy