SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯. અધિકાર કરતો ભિક્ષુ બોલતા ઘણાયે ભયંકર શબ્દો વાપરે છે. અર્થમાં ઘણી ભૂલો કરે છે, તેથી પંડિતે અધિકાર ન કરવો. ન ૧૩૦. ઠંડા પાણી તરફ તેને અણગમો થાય છે. તે જરાપણ પ્રતિજ્ઞા ન કરે. જે સાધુ ગૃહસ્થના પાત્રોમાં આહાર ન કરે તે સામાયિકમાં છે એમ કહ્યું છે. ૧૩૧. મંદ માણસો કહે છે કે જીવનને જાણવું નહિ. મૂર્ખ પાપથી મદ કરે છે, એમ જાણી મુનિ મદ ન કરે. ૧૩૨. બહુ માયા અને મોહથી યુક્ત પ્રજા પોતાના છંદો વડે નાશ પામે છે. વિકૃતિ વાપરી બ્રાહ્મણ ભ્રષ્ટ થાય છે. તે સારા કે નરસા વચનો સહન કરે છે. ૧૩૩. કુશળ જાદુગર અજબ રીતે પાસાં ફેંકી ખોટી રીતે જય મેળવે છે. તે કડને જ પકડે છે, તે ત્રેતા, દ્વા૫૨ કે કળીને પકડતો નથી. ૧૩૪. તેમજ આ લોકે રક્ષક અનુત્તર ધર્મ ભાંખે છે. જે તે ગ્રહણ કરે તેનું સારું હિત થાય છે. જેમ પંડિત કૃતને પકડી બીજા પાસાને ન લે તેમ. ૧૩૫. પછી મેં સાંભળ્યું છે કે માણસોએ ગામધર્મ પાળવો જોઈએ, પણ કાશ્યપનો ધર્મ પાળતા, તેનાથી વિરત થઈ ધર્મમાં સ્થિર થાય છે. ૧૩૬. મહર્ષિ જ્ઞાતપુત્રે કહેલું જે આચરે છે, તે ઉઠેલાને ધર્મમાં બેસાડે છે, એક બીજા સાથે ધર્મસાર કહે છે. ૧૩૭. પૂર્વે પ્રણામ કરેલાને ન જો, કષાયોને દૂર કરવા ઇચ્છા કર. જે પાખંડીયોને નમે નહિ તે સમાધિને જાણે છે એમ કહ્યું છે. 35
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy