SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન બીજું ઃ ઉદ્દેશ બીજો ૧૧૧. તે કર્મરજને ચામડીના જેમ ત્યાગે છે, છોડે છે, આ જાણી મુનિ મદ ન કરે. જે બ્રાહ્મણ ગોત્ર તરી ગયો છે તેને માટે અન્યને દેખવું શ્રેયસ્કર નથી. ૧૧૨. જે બીજા માણસનો પરાભવ કરે છે તે સંસારમાં લાંબા વખત સુધી ભ્રમણ કરે છે. પવિત્ર માણસ પર નજર રાખે તેથી અથવા તે જાણી મુનિ મદ ન કરે. ૧૧૩. જે નાયક વિનાનો છે અને તેને નીરખવા પ્રેક્ષક મોકલે છે, તે મૌનપદમાં ઉપસ્થિત છે. તે શરમ રાખ્યા વિના સિદ્ધાંતોનું પાલન સદાય કરે છે. ૧૧૪. અન્ય રીતે તે સમ્યક્ત્વ સંયમપૂર્વક પાળે છે. શુદ્ધ થઈ તે શ્રમણ પ્રવ્રજ્યા કરે છે. જે પોતાના કથનમાં સિદ્ધાંત કહે છે તેવો દ્રવિત પંડિત કાળને પ્રકાશિત ન કરે. ૧૧૫. જ્યારે મુનિ ક્રમથી વિચા૨ ક૨તો ભૂતકાળ અને ભવિષ્યકાળના ધર્મ વિષે તેને પરિષહ, કઠોર શબ્દો અને હણાય તેવા થાય તો પણ તે સિદ્ધાંત પાળતો રહે છે. ૧૧૬. મુનિ પ્રજ્ઞાપટુ સદાએ હોય છે તે સમ્યક્ ધર્મ કહેતો જાય છે, સૂક્ષ્મ જીવોની હિંસા નથી કરતો. તે ક્રોધ અને માનથી દૂર એવો બ્રાહ્મણ છે. ૧૧૭. તે સુવ્રતી મુનિને ઘણા જીવો નમન કરે છે. સર્વ રીતે તે મુનિ અનિશ્રાવાળો થાય છે. તે સરોવરના પાણીની જેમ સ્વચ્છ હોય છે અને શુદ્ધ ધર્મ કહે છે. કાશ્યપનો ધર્મ જ તે પ્રકાશે છે. ૧૧૮. ઘણાએ જીવો પૃથક્ પૃથક્ હોય છે. તે પ્રત્યેકને સિદ્ધાંતનું કથન કરે છે. જે પંડિત મૌન વ્રત ધારે છે તે ત્યાં વિરતિ પ્રકાશે છે. ૧૧૯. હિંસાનો ત્યાગ કરી મુનિ ધર્મમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. તે મમતા કરતાને તે સાંભળે છે, પણ પરિગ્રહ માટે તે મળે નહિ જ. 31
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy