SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. અધ્યયન દસમું “સમાધિ” (ધર્મચિંતન) ૪૭૩. હું અહીયા પહેલાથી સંસ્થાપિત અને સારો ધર્મ કહું છું. બહુ સારી સમાધિ વિશે તું અહીં સાંભળ. અપ્રતિજ્ઞ ભિક્ષુ જ્યારે સમાધિ પ્રાપ્ત થાય છે ત્યારે નિયાણા છોડી વિચરે છે. ૪૭૪.ઉપર, નીચે અને તિર્ય દિશાઓમાં જે ત્રસ' અને સ્થાવર જીવો છે, હાથ અને પગ વડે સંયમથી તેમના તરફ વર્તે. બીજાએ ન આપેલા જીવોનું ગ્રહણ કરે નહિ. ૪૭૫. શ્રુતમાં કહેલા ધર્મમાં શંકાપાર થઈ, આનંદથી બીજાઓને પોતાની જેમ માની વિચરે, જીવવા અર્થે આવક કરે નહિ, કે વેચે પણ નહિ. આમ શ્રુતવત્સલ ભિક્ષુ વર્તે. ૪૭૬. સર્વ ઇન્દ્રિયોને નિવૃત્ત કરી, જગમાં મુનિ સર્વ રીતે મુક્ત થઈ વર્તે. ભલે પ્રાણીયો પૃથક્ પૃથક્ હોય તે સર્વે મરતાં દુઃખ આવે, ત્યારે રુદન કરે છે. ૪૭૭.અહીં મૂઢ માણસો રોષ ભરેલા થાય ત્યારે, પાપનાં કૃત્યો કરતાં જાય છે. ઘાત કરી પાપકર્મ કરે છે. હિંસા કરવાની યોજનાથી પણ પાપો કરે છે. ૪૭૮. દોષયુક્ત ભોજન કરતો પણ પાપ કરે છે, તેથી તે બહુ જ સમાધાન માને છે. જ્ઞાની સમાધિથી વિવેકપૂર્વક રમણ કરે છે. તે સ્થિતાત્મા જીવહિંસાથી વિરતિ લે છે. ૪૭૯. સર્વ જગને તું સમતાથી જો. પ્રિય કે અપ્રિય કશાને પણ ન કહે. ગરીબોનું ઉત્થાન કરવા તું નારાજ થાય છે, પૂજન અને સત્કારની ઉચ્છા કરે છે. ૪૮૦. આધાકૃત ખાવાનું ઘણું જ ઇચ્છે છે. જ્યારે સમાધાન દૂર થાય ત્યારે દુઃખી થાય છે. પૃથક્ પૃથક્ સ્ત્રીયોમાં આસક્તિ પામે છે. વળી તે પરિગ્રહ પણ કરતો રહે છે. " - . . --125 SS
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy