SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬. જ્યારે જાનવરો દેખે ત્યારે તેમની પાછળ યતનાપૂર્વક જાય. વર્તનમાં પ્રમાદ કરે નહિ, ઉપસર્ગો અડે તો તે સહન કરે. ૪૬૭. હણાય તો કોપાયમાન ન થાય, બોલતા ક્રોધ કરે નહિ, સારા મનથી દુ:ખો સહે, પણ કોલાહલ ન જ કરે. ૪૬૮. કામેચ્છા થાય, તે રસ્તે ન જા, વિવેકથી તે શાંત કરે, આર્યોથી શીખે, હમેશાં જ્ઞાનીઓના સમીપે રહે. ૪૬૯. સારા જ્ઞાની અને શ્રુતવત્સલ વિદ્વાનની સુશ્રુષા કરે તે વીરો આત્મ પ્રજ્ઞાવાન્, ધૃતિમાન્ અને જિતેન્દ્રિય હોય છે. ૪૭૦.તેમનાં ઘેરે દીપક ન હોય છતાં એ તે પુરુષોના આકર્ષક છે. તે વીર બંધનોથી મુક્ત છે, તેમને જીવવાની આશા નથી હોતી. ૪૭૧. તે શબ્દોનાં પાશમાં પડતા નથી અને આરંભ સમારંભથી દૂર છે. આ સઘળું સિધ્ધાંતમાં કહેલું છે કે જે મેં અહીં ઘણું કહ્યું છે. ૪૭૨. પંડિત જ્યારે જાણે કે બહુ જ માન અને માયા થાય છે ત્યારે આ સઘળાને ત્યાગે અને મુનિ નિર્વાણ સાંધે. આમ હું કહું છું. અધ્યયન નવમું સમાપ્ત થયું. 123
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy