SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮. તે સર્વશ્રેષ્ઠ કર્મરહિત અને શુદ્ધ છે. આદિ અનંત સિદ્ધિવાળી ગતિ મેળવી છે, તે જ્ઞાન, શીલ અને દર્શનથી સર્વશ્રેષ્ઠ છે. ૩૬૯. શાલ્મલી સર્વ વૃક્ષોથી શ્રેષ્ઠ છે, તેના પર સુવર્ણ દેવો રતિ કરે છે. વનોમાં નંદનવન શ્રેષ્ઠ છે. જ્ઞાન, દર્શન અને શીયળમાં ભૂતિપ્રજ્ઞ જ્ઞાતપુત્ર સર્વશ્રેષ્ઠ છે. ૩૭૦. અવાજમાં મેઘગર્જના શ્રેષ્ઠ છે. ચંદ્રમા તારાગણમાં સહુથી મોટો છે, વાસમાં ચંદન શ્રેષ્ઠ છે, મુનિઓમાં અપ્રતિશ સર્વશ્રેષ્ઠ છે. ૩૭૧. સર્વ સમુદ્રોમાં સ્વયંભૂ શ્રેષ્ઠ છે. નાગોમાં ધરણેન્દ્ર શ્રેષ્ઠ છે. રસોમાં શેરડીનો રસ શ્રેષ્ઠ છે. તપ કરવામાં કાશ્યપ મુનિ વિજયી છે. ૩૭૨. ઐરાવત હાથીઓમાં પ્રખ્યાત છે, જાનવરોમાં સિંહ અને પાણીમાં ગંગા જાણીતા છે. ગરૂડોમાં વેણુદેવ પક્ષી અને નિર્વાણવાદીયોમાં જ્ઞાતપુત્ર પ્રખ્યાત ૩૭૩. વિશ્વસેન યોધ્ધાઓમાં જાણીતા છે, અરવિંદ પુષ્પોમાં જાણીતું છે, દંતવક્ર ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ છે, ઋષિઓમાં વર્ધમાન શ્રેષ્ઠ કહ્યાં છે. ૩૭૪. અભયદાન સર્વદાનોથી શ્રેષ્ઠ છે. સત્યમાં નબોલ (મૌન) શ્રેષ્ઠ છે. તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ કહ્યું છે. લોકોમાં જ્ઞાતપુત્ર શ્રમણ શ્રેષ્ઠ છે. ૩૭૫. લવસપ્તમા સર્વ સ્થિતિઓમાં શ્રેષ્ઠ કહેવાય છે, સભાઓમાં સુધર્મ સભા શ્રેષ્ઠ છે. સર્વ ધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે ત્યારે પરમાર્થી જ્ઞાની જ્ઞાતપુત્ર જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ કહ્યાં છે. ૩૭૬. આ અણગાર અલગ રીતે કર્મનાશ કરે છે. તે આશુપ્રજ્ઞની સંજ્ઞા કરતા નથી. ભવરૂપી મહાન પ્રવાહને અને સંસારસમુદ્રને તરી વીર ભગવાન અનંત ચક્ષુ, સર્વ જીવોને અભય આપે છે.
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy