SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. અધ્યયન છઠ્ઠું “મહાવીર સ્તવન’’ ૩૫૨. કોઈ શ્રમણ બ્રાહ્મણ કે પ૨પંથીને પૂછીશું કે કોણે અહીં સર્વશ્રેષ્ઠ હિતકર ધર્મ તે પણ સારા વિચારથી ભાખ્યો છે. ૩૫૩. તે જ્ઞાત પુત્રના જ્ઞાન, દર્શન અને શીલ કેવી જાતના હતા? હે ભિક્ષુ તે જે પ્રમાણે સાંભળ્યા તેમ જ શાંતિપૂર્વક કહે. 7 ૩૫૪. તે આશુપ્રજ્ઞ ઘણા જાણકાર અને કુશળ હતા, તેમનું જ્ઞાન અનંત હતું, તેમ જ દર્શન પણ અનંત હતું. જે તેમની નિશ્રામાં યશસ્વી થયા, તે ધર્મ અને ધૃતિ જાણતાં થયા. ૩૫૫. ઉ૫૨ નીચે અને તિર્યક્ દિશાઓમાંના ત્રસ અને સ્થાવર જીવોને સંયમયુક્ત ધર્મોપદેશ દીવાની માફક સ્પષ્ટ કરતા. ૩૫૬. તે સર્વદર્શી અને જબરા જ્ઞાની હતા. ગંધ માટે ફિકર વિનાના અને ધૃતિયુક્ત હતા. સર્વ જગને શ્રેષ્ઠ રીતે જાણી, ગ્રંથિ વિનાના સઘળાને અભય કરતા. ૩૫૭. તે સર્વજ્ઞ એકલ વિહારી હતા, સંસારના પ્રવાહમાં ધીર, સર્વદર્શી હતા. તેમનું તપ સહુશ્રેષ્ઠ હોઈ તે કઠણ સૂર્યની જેમ તેજસ્વી હતું. તે વૈરોચન ઇંદ્રની જેમ અંધારે પ્રકાશ કરતાં. ૩૫૮. આ જિન ભગવાનનો ધર્મ અનુત્તર છે, તેના નેતા આશુપ્રજ્ઞ કાશ્યપ મુનિ, ઇંદ્રો અને દેવોથી પૂજાયેલા, આ લોકે શ્રેષ્ઠ નેતા હતા. 95
SR No.022567
Book TitleSutrakritang Skandh 01
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages180
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy