SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ‘સમય ગોયમ ! મા પમાયણ !'ભગવાન મહાવીરદેવના મુખમાંથી મપત્રક નીકળેલું આ વચન ઉત્તરાધ્યયન સૂત્રના આ અધ્યયનમાં લિપિબદ્ધ થયું છે. આ અધ્યયનમાં ૩૦ ગાથાઓ છે અને દરેક માથાનું ચોથું પદ આ છે-‘સમય ગોયમ ! મા પમાય ॥ પળે, પળે, ક્ષણે ક્ષણે જાગ્રત રહેવાનો ઉપદેશ આ અધ્યયનમાં આપવામાં આવ્યો છે કારણ કે જીવન ક્ષણભંગુર છે, પ્રમાદ ભયંકર છે, શરીર અને ઈન્દ્રિયોની શક્તિ ક્ષણિક છે. એટલે આત્મવિશુદ્ધિનો પુરુષાર્થ કરવામાં આળસ ન હોવી જોઈએ,કાલનો ભરોસો કરવો જ નહિ. જીવનની ક્ષણભંગુરતા બતાવતા ભગવંત કહે છેજેવી રીતે દર્ભના ઘાસ પર પડેલું ઝાકળનું બિંદુ વાર જ. ટકે છે, તેવી રીતે મનુષ્યનું જીવન પણ પળવારનું જ છે, માટે હે ગૌતમ ! એક પળનો પણ પ્રમાદ ન કર ! ૩૦ ગારાઓના આ અધ્યયનમાં જાગતા રહેવાની, ઢોલ બજાવીને ઘોષણા કરવામાં આવી છે. પ્રમાદ રહિત શ્રમણ જ સિદ્ધિગતિ પ્રાપ્ત કરી શકે છે, પ્રમાદી ભવસાગરમાં ડૂબી જાય છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy