SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હકારી . * I જ્ઞાનપ્રાપ્તિ માટે જેમ વિનય અનિવાર્ય છે, તેમ ચાઅિધર્મના પરિષદ પાલનમાં પરિષહોને સમતાપૂર્વક સહન કરવાનું આવશ્યક છે. ભગવાને મોક્ષમાર્ગના સાધકોને બાવીશ પરિષદો સહન કરવાની આ બીજા અધ્યયનમાં પ્રેરણા આપી છે. ભગવાને એક એક પરિષદનું સ્વરૂપ બતાવ્યું છે અને પરિષહ આવે તો કેવી રીતે, અર્થાત્ કષ્ટ-આપત્તિ આવે ત્યારે કેવી રીતે સમતાભાવ જાળવવો તે પણ સમજાવ્યું છે. પરિષહો બે પ્રકારના બતાવ્યા છે-પ્રતિકૂળ અને અનુકૂળ. “કષ્ટો સહેતા રહો ! સહન કરે તે સાધુ ! એવું સૂત્ર ભગવાને આ અધ્યયનમાં આપ્યું છે. ભૂખ તરસ, અપમાન, માર વગેરે સમતાભાવથી સહેતા રહો. કષ્ટમાં દુઃખ ન માનો, પણ કર્મક્ષયનો અમૂલ્ય અવસર માનો !' આ અધ્યયન સાધુ સાધ્વીઓને સુખ સુવિધાઓથી દૂર રહેવાની પ્રેરણા આપે છે, જીવનને સહનશીલ બનાવવાનો ઉપદેશ આપે છે. અડતાલીશ ગાથાઓમાં સાધુસાધ્વીને મક્કમતાપૂર્વક પરિષહોને સહન કરવાનું પ્રોત્સાહન અપાયું છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy